તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:શાસકો-સંગઠન વચ્ચેના શીત યુદ્ધને ઠારવાનો નવા મ્યુનિસિપલ કમિશનર માટે પડકાર

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષથી પાલિકા કમિશનર તરીકે આવવા કોઈ તૈયાર નથી
  • મનોજ દાસ 5 વર્ષ રહ્યા પણ બાકીના 20-20 રમી જતા રહ્યા

વડોદરાનો અનુભવ ધરાવતાં સનદી અધિકારી શાલિની અગ્રવાલ નવાં મ્યુનિસિપલ કમિશનર બન્યાં છે પરંતુ કમિશનરનો કાંટાળો તાજ સાચવી રાખવો તેમના માટે ખૂબ જ પડકારરૂપ સાબિત થશે. પાલિકમાં ભાજપ વર્ષ 1995થી સત્તા ઉપર આવ્યુ છે અને ત્યારથી મ્યુ.કમિશનર પદે માત્ર એમ કે દાસ પાંચ વર્ષથી વધુ સમય રહયા હતા.જોકે, તેઓની બદલી બાદ જે કોઈ નવા મ્યુ. કમિશનર આવ્યા તેમાંથી કેટલાક તો 1 વર્ષ માંડ ટક્યા હતા.વડોદરામાં ડેપ્યુટી મ્યુ.કમિશનર તરીકે અગાઉ સફળ કામગીરી કરનાર એચ.એસ પટેલની નિમણૂક મ્યુ. કમિશનર તરીકે થઈ હતી અને તેમણે સુલેમાની ચાલ સહિતના અસંખ્ય દબાણો તોડ્યા હતા.

પરંતુ રાજ્ય સરકારે તેમના નિવૃત્તિના બે દિવસ અગાઉ જ તેઓની બદલી કરી દીધી હતી અને તેમના પછી વડોદરાના પૂર્વ કલેકટર ડો. વિનોદ રાવ વર્ષ 2016માં જૂન મહિનામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે આવ્યા હતા પરંતુ વિકાસના નામે ડર્ટી પોલિટિક્સનો ભોગ બન્યા હતા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુદ્દે મંત્રી યોગેશ પટેલ સાથે વિવાદ થતા તેમની પણ બદલી થઈ ગઈ હતી.

ડો.રાવના અનુગામી તરીકે અશ્વિનીકુમાર અને ત્યારબાદ મનીષ ભારદ્વાજ અને અજય ભાદુ અને છેલ્લે નલીન ઉપાધ્યાય આવ્યા હતા.સ્વરૂપ પી. માત્ર નવ મહિના સુધી જ મ્યુ.કમિશનરપદે રહ્યા હતા તે નોંધનીય છે.શહેર ભાજપ સંગઠન અને હાલના પાલિકાના કેટલાક આગેવાનો વચ્ચે સંકલનના અભાવ અને છેલ્લા કેટલાક સમયથી મતભેદને કારણે કોઈ મ્યુ. કમિશનર લાંબો સમય ટકતા નથી ત્યારે હવે જોવાનું રહે છે કે જિલ્લા કલેકટર તરીકે સફળ કામગીરી કરનાર હવે મ્યુનિસિપલ કમિશનર તરીકે ભાજપના આંતરિક શીત યુદ્ધને ખાળવામાં કેટલા સફળ રહે છે.જે બાબતે અનેક અનુમાનો થઈ રહ્યા છે એમ સૂ્ત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...