રસીકરણ:રાત્રે 8 સુધી કેન્દ્ર ચાલુ રાખી 27 હજારને વેક્સિન અપાઈ, સરકારના આદેશથી તમામ ડોઝ વાપરી નખાયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 50.31% લોકો સેકન્ડ ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ

સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી કેટલાક સેન્ટરો પર રસીકરણ ચાલુ રખાયું હતું. રાજ્ય સરકાર દ્વારા રસીનો તમામ જથ્થો વાપરી નાખવાના આદેશને પગલે રસીકરણ સમયની પાબંધી મુજબ બંધ કરવાને બદલે રસીનો જથ્થો હતો ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ણય પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો હતો. જેને પગલે 27,088 લોકોએ સોમવારે રસી મુકાવી હતી. શહેરમાં 50.31% લોકો સેકન્ડ ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. સોમવારે 22,971 લોકોએ બીજો ડોઝ લીધો હતો, જ્યારે સૌથી વધારે 18 વર્ષથી ઉપરની વયમાં 16,091 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ મંગળવારે રસીનો જથ્થો જેટલા પ્રમાણમાં આવશે તે મુજબ રસીકરણ કરાશે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ રસીકરણના સમય મુજબ રસીનો જથ્થો વાપરવામાં આવતો હતો, જ્યારે સરકાર દ્વારા કેટલાય સમયથી વારંવાર ટકોર કરાતી હતી કે, રોજેરોજ રસીનો જથ્થો વાપરી નાખવો. આખરે પાલિકાના આરોગ્ય વિભાગે સોમવારે આ સૂચના મુજબ 8 વાગ્યા સુધી રસીકરણ ચાલુ રાખી રસીનો તમામ જથ્થો પૂરો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...