તપાસ:ધીમી તપાસના આરોપ બાદ ઠગ અપૂર્વ પટેલ સામેના કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અપૂર્વ પટેલ - Divya Bhaskar
અપૂર્વ પટેલ
  • સીઆઇડીને આજે ઠગ દંપતીના પાસપોર્ટ અંગેની તમામ વિગતો પ્રાપ્ત થશે

ઠગ અપૂર્વ પટેલ અને તેની પત્ની સામે છેતરપિંડીની પોલીસ મથકોમાં ફરિયાદો થવાની શરૂ થઈ છે. ત્યારે તપાસની ગતિ ધીમી હોવાનું ભોગ બનેલાઓનું માનવું છે. આગામી દિવસોમાં વધુ ને વધુ ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધવાની તૈયારી છે.

અપૂર્વ પટેલને પકડવા સીઆઇડી ક્રાઈમે કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી રિદ્ધિ મકવાણાની ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ચૌધરીને સોંપાઇ છે. જ્યાં સિદ્ધિવિનાયક ડેવલપરના ભાગીદાર કોણ છે, કઈ બેન્કોમાં એમના ખાતા છે, આખું કૌભાંડ કેવી રીતે થતુ હતું એની વિગતો મેળવવામાં આવશે. એમ તપાસ કરનાર પીઆઇએ જણાવ્યું છે.

સીઆઇડી ક્રાઈમમાં નોંધાયેલી અપૂર્વ પટેલ અને પત્ની ભૈરવી સામેની ફરીયાદની તપાસ પૂરી કરી દેવાઈ છે અને છેતરપીંડીને લગતા મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવા ઉપરાંત સિદ્ધિ વિનાયક ડેવલપરની ઓફીસ અને બેંક કર્મચારીઓના નિવેદનમાં બહાર આવ્યું હોવાનું તપાસ અધિકારી પીઆઇ જે.જી અમીને જણાવ્યું હતું.

જ્યારે ઠગ બિલ્ડર દંપતીના પાસપોર્ટની વિગતો સોમવારે મળશે એમ પણ અમીને જણાવી અપૂર્વની ધરપકડ નજીકના સમયમાં જ કરી લેવાશે એમ ઉમેર્યું હતું. એક મકાન બે લોકોને વેચવાના, વેચેલા મકાનો ઉપર સગા કે મળતીયાઓના નામે લોન લેવાની અને બુકિંગના નામે રકમ લઇ દુકાન કે ફ્લેટ નહિ બનાવી કરોડોની છેતરપીંડીનો 150 ઉપરાંત લોકો ભોગ બન્યા છે એ પૈકી કેટલાકે ફરિયાદ નોંધાવી છે. જોકે સામાન્ય કલમ લગાવાઈ તપાસની ગતિ ધીમી હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...