તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કેરટેકરે વૃદ્ધની સહી કરાવી બારોબાર રૂ 11.66 લાખ બેંકમાંથી ઉપાડી લીધા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટીઝનનો ભરોસો કેળવી આરોપીએ ખેલ પાડ્યો
  • 6 મહિનાના ગાળામાં ખાલી ચેકમાં કેરટેકર રકમ ભરતો હતો

શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની ચેક માં સહીઓ કરાવી બેન્કમાંથી 11.66 લાખ રૂપિયા કેરટેકરે તેમની જાણ બહાર બારોબાર ઉપાડી લેતા સિનિયર સિટિઝનના પુત્રએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કેરટેકર સામે ફરિયાદ નોંધાવી હતી.શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા સાત્વિક નવીનભાઈ વાણીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિવેક સુનિલ જાદવ (રહે પીએમ આવાસ યોજના અઘોરામોલ પાછળ કારેલીબાગ )સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિવેક જાદવને તેમના ઘરે નાના મોટા કામ કરવા રાખ્યો હતો આ ઉપરાંત વિવેક સિનીયર સિટીઝન પિતા ના કેરટેકર તરીકે પણ કામ કરતો હતો ઘરે કામ કરતી વખતે વિવેકે સિનિયર સિટીઝન અને તેમના પુત્રનો વિશ્વાસ કેળવી ઘરોબો કેળવ્યો હતો.

ત્યારબાદ સિનિયર સિટીઝન અને તેમના પુત્ર બેંકમાંથી નાણાં ઉપાડવા માટે વિવેક ને મોકલતા હતા ત્યારે તેઓ ચેકમાં માત્ર સહી જ કરતા હતા અને વિવેક પર ભરોસો રાખી તેને ખાલી ચેકમાં એમાઉન્ટ ભરવાનું જણાવતા હતા જોકે વિવેકે તેમના કહ્યા મુજબની એમાઉન્ટ ભરવાના બદલે વધુ રકમની એમાઉન્ટ ભરી બેંકમાંથી નાણાં ઉપાડી લીધા હતા આ ઉપરાંત વિવેકે વિવિધ પ્રકારના બહાના બતાવી સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઇ ચેકોમાં સહી કરાવી હતી.

અને તેમાં તેણે જાતે એમાઉન્ટ ભરી સિનિયર સિટિઝનના એકાઉન્ટમાંથી 6 મહિના ના ગાળામાં 11.66 લાખ રૂપિયા તેમની જાણ બહાર ઉપાડી લીધા હતા અને વિશ્વાસઘાત કર્યો હતો. સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બનાવના સંબંધમાં પોલીસે વિવિધ મુદે તપાસ હાથ ધરી છે.આરોપી કેટલા સમયથી કામ કરતો હતો તેને કોઈની સહાય લીધી હતી કે કેમ ? તે દિશામાં પણ પોલીસે ગહન તપાસને વેગીલી બનાવી છે.એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...