છેતરપિંડી:કારના શોરૂમના સેલ્સમેનની ગ્રાહક પાસેથી રૂ.50 હજાર ઉઘરાવી ઠગાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રાહકના ઘરે જઈ કારનું ફોર્મ ભરાવી નકલી પહોંચ પણ આપી

કાર શોરૂમના સેલ્સમેને કંપનીની જાણ બહાર ગ્રાહક પાસેથી ફોર્મ ભરાવીને પૈસા લઈ લીધા હતા અને નકલી પહોંચ પણ આપી હતી. આ અંગે ગ્રાહકને શંકા જતાં શોરૂમમાં તપાસ કરતાં જાણ થઈ હતી કે, તેમના નામથી એક પણ પૈસો જમા થયો નહોતો. જેથી ગ્રાહકે સેલ્સમેન વિરુદ્ધ છાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ન્યૂ વીઆઈપી રોડ પર રહેતાં રાજકુમારી નાગપાલના ઘરે આવીને 6 તારીખે કાર્વલ મોટર્સ પ્રાઈવેટ લિમિટેડનો સેલ્સ એક્ઝિક્યુટિવ નીતિશ પરમાર ગાડી બુકિંગનું ફોર્મ ભરાવી ગયો હતો અને એડવાન્સ રૂા.50 હજાર પણ લીધા હતાં. તેણે બીજા દિવસે તે પૈસાની પહોંચ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલી આપી હતી.

રાજકુમારીને આ વિશે પોતાના મિત્ર વિશાલ અવેરાને જણાવ્યું હતું. આ અંગે રાજકુમારીએ શોરૂમમાં ઊલટ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના નામે એક પણ પૈસા જમા થયા નથી અને તેમને મળેલી પહોંચ પણ ખોટી છે. જેથી રાજકુમારીએ છાણી પોલીસે નીતિશ પરમાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...