તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:ઘરફોડ ચોર સહિત બે પાસામાં ધકેલાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોરીના ગુનામાં ઝડપાયેલા સિકલીગર ગેંગના ગુરુમુખસિંગ નેપાલસિંગ સિકલીગરની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગુરુમુખસિંગે તેના સાગરિતોને સાથે રાખીને કારેલીબાગ, જે.પી. રોડ અને પાણીગેટ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી હતી. ગોરવા પોલીસે પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા દીપ દેવેન્દ્ર દવે (રહે. સનસાઈન રેસિડેન્સી, વાસણા-ભાયલી રોડ)ની પણ પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...