વડોદરા શહેરના ભાયલી ખાતે સ્ટાર રેસિડેન્સીના બિલ્ડર જયેશ પટેલ સામે 1 કરોડ 12 લાખની ઠગાઈ કરી હોવાની વધુ એક ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પાંચ વર્ષ ગોળગોળ ફેરવ્યા
મેસર્સ રાજેન્દ્ર દાલમીલના માલિક ધર્મેશભાઇ શાહના પત્ની નિમિષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2017-18માં તેઓને વડોદરાના ભાયલી વિસ્તારમાં ઘર ખરીદવાનું હોવાથી તેઓ આ વિસ્તારમાં મકાન શોધી રહ્યા હતા. આ દરમિયાન તેઓને સંપર્ક સ્ટાર રેસિડેન્સીના બિલ્ડર જયેશ પટેલ (રહે. માત્રી મંદિર સોસાયટી, મકરંદ દેસાઇ રોડ, ઇસ્કોન મંદિર પાસે, ગોત્રી, વડોદરા) સાથે થયો હતો. જ્યા સ્ટાર રેસીડેન્સીની ઓફિસમાં જયેશ પટેલ અને સત્યા ડેવલપર્સના ભાગીદારો સાથે બેઠક કરી હતી.
અધૂરી વિગતોવાળો બાનાખત કર્યો
આ દરમિયાન નિમિષાબેનની સાથે તેમના દિયર જીજ્ઞેસચંદ્ર શાહ અને ઓળખીતાઓ નીતિન રતનલાલ તાપર, પંકજ નવીનચંદ્ર કામાનીએ સ્ટાર રેસિડેન્સીમાં નવા બેની રહેલા ડી ટાવરમાં કુલ ચાર ફ્લેટ બુક કરાવ્યા હતા. જેમાં પ્રત્યેક ફ્લેટની કિંમત 20 લાખ રૂપિયા નક્કી કરી હતી. જેથી આ ચારેય લોકોએ સમયાંતરે બિલ્ડર જયેશ પટેલને કુલ 1 કરોડ 20 લાખ 10 હજાર રૂપિયા ચુકવી દીધા હતા. પરંતુ આટલો સમય થયો છતાં બિલ્ડરે ફ્લેટના અધૂરી વિગતવાળા અને ખોટી માહિતીવાળા બાનાખત કરી આપ્યા હતા. તેમજ આ અંગે બિલ્ડરને જાણ કરતા તેણે કહ્યું કે ચારેય ફ્લેટ તેણે બીજા લોકોને વેચી દીધા છે.
જેથી આ મામલે ફ્લેટ ખરીદનારા ચારેય લોકોએ બિલ્ડર જયેશ પટેલ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનયી છે કે જયેશ પટેલ સામે તાજેતરમાં આવા જ સાત જેટલા લોકોએ ફ્લેટના નામે રૂપિયા પડાવી લઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદો નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.