તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કેસમાં આરોપીને બિલ્ડરે ઓળખ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરાર થઇ ગયેલા મુખ્ય સૂત્રધાર અક્ષયની શોધખોળ

કોંગ્રેસ અગ્રણી કમ બિલ્ડરને જમીન જોવા બોલાવ્યા બાદ 7 કલાક સુધી ગોંધી રાખી માર મારી કઢંગી હાલતમાં ફોટા પાડી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા બંને આરોપીની પોલીસ દ્વારા મંગળવારે ઓળખ પરેડ કરાવાઇ હતી. પીડીત બિલ્ડરે બંનેને ઓળખી બતાવ્યા હતા. બીજી તરફ પોલીસે બંને આરોપી રાકેશ અને અજયના ઘેર સર્ચ કરતાં રાકેશના ઘેરથી ચોરીની બાઇક મળી હતી. આ બાઇકની ચોરી અંગે સમા પોલીસમાં ફરિયાદ પણ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું હતું.

કારેલીબાગમાં રહેતા કોંર્ગેસ અગ્રણી અને કમ બિલ્ડરે મોબાઇલમાં બ્લ્યૂ ગે ક્લબ હાઉસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એક શખ્સે તેમને જમીન જોવા માટે અણખોલ બોલાવી વાઘોડિયા તરફના ખેતરમાં લઇ જઇ સોનાની ચેઇન, 8 હજાર રોકડા કાઢી લીધા હતા અને તેમનાં કપડાં કાઢી માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. વાઘોડિયા પોલીસે અજય રાજુ ઠાકોર (રહે. કિશનવાડી) અને રાકેશ રામદેવ કનોજિયા (રહે. પાણીગેટ)ની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર અક્ષયની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અજય અને રાકેશના 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ આદરી હતી. પોલીસે મંગળવારે કરાયેલી ઓળખમાં બિલ્ડરે બંનેને ઓળખી બતાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...