તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:22 લાખની ઠગાઈમાં આજવા રોડનું બિલ્ડર દંપતી ઝડપાયું

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વધુ 3 ગ્રાહકો પોલીસમાં પહોંચતાં ઠગાઇનો આંક 77 લાખ થયો
 • મોર્ગેજ કરેલું મકાન ગ્રાહકને વેચી દઇ છેતરપિંડી કરી હતી

આજવા રોડની સૃષ્ટિ ડુપ્લેક્ષમાં મકાન પર રૂપિયા 20 લાખની લોન લઈ તેના નાણા ભરપાઈ નહિ કર્યાની જાણ કર્યા સિવાય બિલ્ડરે શાકભાજીના વેપારીને આ મકાન 22 લાખમાં વેચ્યું હતું. બેંકે મકાનની નીલામીનું બોર્ડ લગાવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. વેપારીએ બિલ્ડર અને તેની પત્ની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં બાપોદ પોલીસે બિલ્ડર મહેશ વીરાભાઇ પટેલ અને રમીલાબેન મહેશભાઇ પટેલ ને ઝડપી લઇ તપાસ શરુ કરી હતી. દરમિયાન ભોગ બનનારા વધુ 3 લોકો પોલીસ સમક્ષ પહોંચતાં ઠગાઇનો કુલ આંક 77 લાખ સુધી પહોંચ્યો હતો.

વાઘોડિયા રોડ પર રહેતા શાકભાજીના વેપારી મહેશભાઈ રામકૃષ્ણ વાસ્તેકરે બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 2018માં તેમણે આજવા રોડની સૃષ્ટિ ડુપલેક્ષ નામની સાઈડમાં તેઓએ મકાન લેવાનું નક્કી કર્યું હતું. બિલ્ડર મહેશ વીરાભાઇ પટેલને મળીને તેઓએ મકાન પસંદ કરી રૂ. 20 લાખમાં વેચાણ નક્કી કર્યા બાદ ટોકનના 51 હજાર આપી બેંકમાંથી 10 લાખની લોન લીધી હતી અને ત્યારબાદ ટુકડે ટુકડે 11.50 લાખ રોકડા આપ્યા હતા.

જોકે ગત 1લી તારીખે તેમને માહિતી મળી હતી કે સૃષ્ટિ ડુપલેક્ષના તેમણે ખરીદેલા મકાનના ગેટ પર બેંક દ્વારા હરાજીની સૂચનાની નોટીસ લગાડવામાં આવી છે. જેથી તેમણે તપાસ કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓએ તાત્કાલિક બેંકમાં જઈ તપાસ કરતા બિલ્ડરની પત્ની રમીલાબેનના નામે વર્ષ 2017માં રૂ. 20 લાખની લોન લેવામાં આવી હતી. જોકે લોન લીધા બાદ તેઓએ એકપણ હપ્તો ભર્યો ન હતો.

મહેશ વાસ્તેકરને બેંકમાંથી લીધેલી લોન અને તેના બાકી હપ્તાથી અજાણ રાખી રૂ. 22 લાખમાં મકાન વેચનાર બિલ્ડર મહેશ વીરા પટેલ અને તેમની પત્ની રમીલા પટેલ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ આપતા બાપોદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે મામલામાં સંડોવાયેલા બિલ્ડર મહેશ વીરાભાઇ પટેલ તથા રમીલાબેન મહેશ પટેલને ઝડપી લીધા હતા અને તપાસ આદરી હતી. પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડરની ઠગાઇમાં ઘણા લોકો ભોગ બન્યા છે અને વધુ 3 લોકો પોલીસ સમક્ષ પહોંતા કુલ ઠગાઇનો આંક 77 લાખ સુધી પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો