• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The British Derided The Old Bridge As Impassable For Elephants, The Maharaja Called In An Engineer From Bombay To Build A New One, Which Stood For 124 Years.

પહેલો બ્રિજ બંધાયો હતો:અંગ્રેજોએ જૂનો બ્રિજ હાથી પસાર પણ ન થાય તેવો હોવાનો ટોણો માર્યો, મહારાજાએ મુંબઇના ઇજનેરને બોલાવી નવો તૈયાર કરાવ્યો, જે 124 વર્ષ સુધી ધમધમતો રહ્યો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1826ના વેડિંગ્ટન બ્રિજની ઓળખ ભલે બદલાઇ હોય પણ મજબૂતી અાજના બ્રિજમાં પણ જેમની તેમ છે
  • આ બ્રિજ પરથી પસાર થનાર દરેકની ઝીણવટભરી નોંધ થતી

19મી સદીની શરૂઆતનો સમય હતો. દેશભરમાં મરાઠાઓની પેશ્વાઇએ અંગ્રેજ સત્તા સાથે સંધિ કરી લીધી હતી, તેમની સંપ્રભુતા સ્વીકારી લીધી હતી. ત્યારે અંગ્રેજ લશ્કર-અધિકારીઓને રહેવા તે સમયે વડોદરા નજીકના ફતેગંજનો વિસ્તાર ફાળવવામાં આવ્યો હતો. ફતેગંજથી ટૂંકા રસ્તે વડોદરામાં પ્રવેશ કરવો હોય તો હાલના કાલાઘોડા પાસે વિશ્વામિત્રીને પાર કરવી પડે. અહીં એક નાનકડો પુલ હતો. આ પુલ તે સમયે બેથી ત્રણ સદી જૂનો હતો.જે સાવ તકલાદી હતો. 1819માં ઉપરોક્ત સંધિ બાદ મહારાજા સયાજીરાવ પહેલા વડોદરાની ગાદી પર હતા.

તેમણે પહેલીવાર આ પુલ બંધાવ્યો પણ બાંધકામ ભારતીય ઇજનેરોની દેખરેખમાં થયું હતું. પુલ તૈયાર થયા બાદ અંગ્રેજો એવું કહેતા કે, આ બ્રિજ પરથી બરોડાના રાજાનો હાથી પણ પસાર થઇ શકે નહીં એટલો તકલાદી છે. જો પસાર ના થાય તો બરોડા સ્ટેટ મહારાજાએ અંગ્રેજોને આપી દેવું જોઇએ. આ નોંધ 1865માં વડોદરાના મહેમાન બનેલા ટ્રાવેલર રોઝલેટની છે.

મહારાજા ખંડેરાવના આમંત્રણને માન આપીને રોઝલેટ વડોદરા આવ્યો હતો. તેણે આ કિસ્સા વિશેની નોંધમાં વધુમાં લખ્યું છે કે, 1826માં મહારાજા સયાજીરાવ પહેલાએ તે સમયના મુંબઇના જાણીતા ઇજનેર વેડિંગ્ટનને વડોદરા બોલાવ્યો અને આ બ્રિજને ઊંચો અને મજબૂત તૈયાર કરાવ્યો હતો.’ 1826માં આ બ્રિજ તૈયાર થયો ત્યારે તેના બંને છેડે ગોળાકાર પ્રવેશદ્વારો હતા. 1950માં આ બ્રિજને તોડી પાડવામાં આવ્યો અને નવા એ જ ડિઝાઇનના બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હતું. અહીંથી પસાર થતાં દરેકની ઝીણવટભરી નોંધ શરૂઆતના વર્ષોમાં થતી હતી.

બ્રિજના બાંધકામ માટેનો વિશેષ પથ્થર લવાયો હતો
આ બ્રિજ બન્યા બાદ પાંચ દાયકા કરતાં વધુ સમય, 57 વર્ષ બાદ 1883માં એક અફસર કેમ્પબેલે સરકારી રિપોર્ટમાં આ બ્રિજ વિશે લખ્યું છે.- આ બ્રિજના બાંધકામ માટેનો વિશેષ પથ્થર વડોદરાથી 39 માઇલ દૂર દક્ષિણ-પૂર્વ દિશાના એક સ્થળેથી લવાયો હતો. જોકે આ સ્થળ કયું હતું તે લખ્યું નથી.

એલિસબ્રિજના 44 વર્ષ અગાઉ વિશ્વામિત્રી પર બ્રિજ બંધાયો હતો
1 અમદાવાદના એલિસબ્રિજ(ઇસ.1870)ના બાંધકામના 44 વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદી પર બ્રિજ બંધાયો હતો.
2 એક એવી બે હારમાળામાં 11 આર્ક તૈયાર કરવામાં આવી હતી અને તેના પર રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
3 વિશ્વામિત્રી નદી પર આ બ્રિજ અગાઉ સોળમી સદીમાં પહેલીવાર મુઝ્ઝફર-બીજાએ બંધાવ્યો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે.
4 બ્રિજની અંદરના ભાગે વિશેષ ઇંટો વાપરવામાં આવી હતી.જોકે આ ઇંટોની વિશેષતા વિશે કોઇ સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી.
5 બ્રિટિશ લોકો ફતેગંજ કેન્ટોન્ટમેન્ટમાંથી હોડી દ્વારા શહેરના બીજા ભાગમાં આવનજાવન કરતાં હતા. જેની ફેરી નાગરવાડાથી ઉપડતી હોવાની નોંધ છે.

અન્ય સમાચારો પણ છે...