તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો બ્રિજ ફેબ્રુઆરી 2022 સુધીમાં તૈયાર થઈ જશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલે ઓનલાઇન સભામાં બજેટ રજૂ કર્યું
 • એડવાન્સ વેરો ભરનારાને કુલ 24.42 કરોડનું રિબેટ અપાશે

શહેરમાં સાડા ત્રણ કિલો મીટરની લંબાઈ માં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બની રહેલો ફ્લાયઓવર ફેબ્રુઆરી 2022 સુધીમાં તૈયાર થઈ જશે તેવી જાહેરાત થાય સમિતિના અધ્યક્ષે બજેટની સભામાં કરી હતી. પાલિકાનું વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ તેમજ વર્ષ 2020 -21 નું રિવાઇઝ બજેટ સમગ્ર સભાની ઓનલાઇન મિટિંગમાં મંજૂરી અર્થે સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે રજૂ કર્યું હતું. કોરોના મહામારી વધી ગઈ હોવાથી આ વખતે બેઠક ઓનલાઇન મળી રહી છે અને પાલિકાના ઇતિહાસમાં બજેટ મીટીંગ પ્રથમ વખત ઓનલાઇન રાખવામાં આવી છે.

બજેટ ઉપર વિરોધ પક્ષ કોંગ્રેસની 408 અને શાસક પક્ષ ભાજપની ત્રણ મળીને કુલ 411 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વર્ષ 2021-22નું રૂપિયા 3804. 36 કરોડનું બજેટ છે જ્યારે રિવાઇઝ બજેટ રૂપિયા 3531 કરોડનું છે. બજેટમાં કોઈ કરવેરાનો બોજ નાખવામાં આવ્યો નથી. પ્રોપર્ટી ટેક્સ અને વોટર ટેક્સમાં રિબેટ યોજના જાહેર કરીને રૂપિયા 24.42 કરોડની રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,છેલ્લા 15 વર્ષમાં રૂપિયા 337 કરોડના ખર્ચે રસ્તા બનાવવામાં આવ્યા છે અને ટ્રાફિક સમસ્યા હળવી થાય અને નાગરિકો નો સમય અને ઈંધણની બચત થાય તે હેતુથી છેલ્લા દસ વર્ષમાં રૂ .490 કરોડના ખર્ચે 17 બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આવનાર સમયમાં સરદાર એસ્ટેટ ,સંગમ ચાર રસ્તા ,ખોડીયાર નગર અને વાસણા ખાતે પણ બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય સૌપ્રથમ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં જ ગેસ ની સુવિધા ઉપલબ્ધ હતી તે હવે તે પેરીફેરી વિસ્તારમાં પણ મળતી થઈ જશે.તરસાલીમાં રૂપિયા 2.75 કરોડના ખર્ચે નવું હેલ્થ સેન્ટર બનાવવામાં આવનાર છે. વધુમાં તેમણે,સ્થાઈ સમિતિ દ્વારા સૂચવેલા 24 સૂચનોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો