તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Bride Lodged A Police Complaint Against Her In laws For Pushing Her Into The Catering Business In Vadodara And Forcing Her To Bring Rs 10 Lakh From The Pier.

દહેજ માટે અત્યાચાર:વડોદરામાં કેટરિંગના વ્યવસાયમાં ધકેલવા અને પિયરમાંથી રૂ.10 લાખ લાવવા મારઝૂડ કરતા સાસરીયાઓ સામે પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કેટરિંગના વ્યવસાયમાં ધકેલવા અને પિયરમાંથી 10 લાખ રૂપિયા લઈ આવવા મારઝૂડ કરી દબાણ કરતા સાસરિયાઓ વિરુદ્ધ પરણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી સોનલ (નામ બદલ્યું છે)ના બીજા લગ્ન વિપુલ ગોવિંદભાઈ પ્રજાપતિ(રહે, પટેલ ફળિયું, ગાજરાવાડી, વડોદરા) સાથે થયા હતા. પરિણીતા સોનલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાસરિયાઓ કેટરીગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી ઓર્ડર સમયે બેથી ચાર દિવસ સુધી બહાર રહેતા હતા. સોનલને કેટરિંગના વ્યવસાયમાં કામ કરવાની ઇચ્છા ના હોવા છતાં પતિ સાસુ અને નણંદની ચઢામણીથી વ્યવસાયમાં જોડાવવા અવારનવાર મારઝૂડ કરી દબાણ કરતો હતો અને જાતિ વિરુદ્ધનું ઉચ્ચારણ કરીને દહેજ મોભા મુજબ આપ્યું ના હોવાનું મેણા ટોણા મારતા હતા.

સોનલના પિતા કોર્પોરેશનની નોકરીમાંથી નિવૃત થતાં તેમની પાસેથી પતિને ધંધો કરવા માટે 10 લાખ રૂપિયા લઇ આવવા સસરિયાએ માગ કરી હતી. પત્ની બેભાનના થઇ જાય ત્યાં સુધી પતિ મારઝૂડ કરતો અને પત્નીનું ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી રૂપિયા 10 લાખ લઈ આવવા કહ્યું હતું. ત્યાર બાદ પત્નીએ પિયરમાંથી 1 લાખ રૂપિયા લાવી પતિને આપ્યા હતા. તેમજ સાસુ અને નણંદ ની ચઢામણીથી પતિ ગર્ભપાત કરાવવા માટે પણ દબાણ કરતો હતો. પતિ સહિત સાસરીયાઓના ત્રાસથી આખરે સોનલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બીજા કિસ્સામાં દારૂના રવાડે ચઢીને જાણ બહાર સોના ચાંદીના ઘરેણા બારોબાર સગેવગે કરીને રોકડા રૂપિયા 52 હજાર વાપરી નાખીને મારઝૂડ કરનાર પતિ વિરુદ્ધ પત્નીએ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે પત્ની ઉપર અત્યાચાર ગુજારનાર પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી 46 વર્ષીય પારૂલબહેન(નામ બદલ્યું છે) મહિલાના લગ્ન વર્ષ-1999 દરમિયાન જીગ્નેશ સુરાણી(વાણંદ) (રહે -નાગરવાડા , વડોદરા ) સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં 15 વર્ષનો દીકરો અને 20 વર્ષની દીકરી છે. લગ્નના 7 વર્ષ બાદ દારૂના રવાડે ચડી ગયેલા પતિ જીગ્નેશ અવાર-નવાર પત્નીને મારઝૂડ કરતો હતો. અને નાની-નાની બાબતોમાં ઝઘડો કરતો હતો. એતો ઠીક દારૂના રવાડે ચઢી ગયેલ પતિ જીગ્નેશ પત્ની પારૂલબહેનની જાણ બહાર કન્યાદાનમાં આવેલા હજારોની કિંમતના સોના-ચાંદીના દાગીના પતિએ વેચી દીધા અથવા ગીરવે મૂકી દીધા હતા. તેમજ એટીએમ કાર્ડ દ્વારા ટુકડે-ટુકડે રૂપિયા 52 હજાર ઉપાડી વાપરી નાખ્યા હતા.

દારૂની લતે ચઢી ગયેલા જીગ્નેશ સુરાણીને તેઓના સંતાનો પણ સમજાવવા જતાં ત્યારે નશામાં ધૂત રહેતો જીગ્નેશ પોતાના 15 વર્ષના પુત્ર અને 20 વર્ષની દીકરીને પણ મારતો હતો. અને તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. દારૂની લતે ચઢી ગયેલા પતિ જીગ્નેશને પત્ની પારૂલબહેને સાંસારીક જીવન બગડે નહિં તે માટે અનેક વખત સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, જીગ્નેશ સુધરવાનું નામ લેતો ન હતો. અને ઘરમાં કેર વર્તાવતો હતો. દિવસે-દિવસે વધી ગયેલા પતિ જીગ્નેશના ત્રાસથી ત્રસ્ત થઇ ગયેલી પરિણીતા પારૂલબહેને આખરે કારેલીબાગ પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે જીગ્નેશ સુરાણી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...