તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરામત:આસોજ ફીડર કેનાલના પાળાની મરામત કરાશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારે વરસાદના કારણે ધોવાયેલા આસોજ ફીડર કેનાલના ધોવાયેલા માટીના પાળાની મરામત પાછળ રૂ.18.92 લાખનો ખર્ચ કરવાની ભલામણ કરાઈ છે.

પ્રતાપપુરા ખાતે ઉપરવાસમાં વધુ તીવ્રતાથી થતા વરસાદના પરિણામે વારંવાર આજવા સરોવરના ગેટ ખોલી વધારાનું પાણી વિશ્વામિત્રીમાં બહાર કાઢવાની ફરજ પડતી હોય છે. આમ વારંવાર ગેટ બંધ કરવાની ફરજ પડતી હોવાથી અવારનવાર પાણીનો સ્ત્રાવ થાય છે અને તેના પરિણામે આસોજ પાસેના માટીના પાળા બંધમાં ધોવાણ થતું હોય છે.

આજવા સરોવરમાંથી થતાં ઓવરફ્લોના પરિણામે શહેરમાં ઘણી વખત પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે. પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે ગેરીના ટેકનિકલ અધિકારીઓ દ્વારા પણ આ સ્થળની મુલાકાત લઇ ધોવાણની અટકાવવા માટે સમયસર મરામત કરાવવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જેના પગલે પાલિકા દ્વારા ગત એપ્રિલ મહિનામાં આ કામગીરી કરવા માટેના ટેન્ડર મગાવવામાં આવ્યાં હતાં અને તેમાં લોએસ્ટ ટેન્ડર રૂ.18.92 લાખનું આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...