લાશ કાઢવા અસમર્થ:લાંછનપુરમાં યુવક ડૂબ્યા બાદ 35 કિમી દૂર સિંધરોટમાં લાશ દેખાઇ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અશ્વિન કંદોઈ - Divya Bhaskar
અશ્વિન કંદોઈ
  • સાવલીનો યુવક સોમવારે ભેદી સંજોગોમાં ડૂબ્યો હતો
  • પાણીનું વહેણ હોવાથી 2 દિવસથી લાશ્કરો લાશ કાઢવા અસમર્થ

સાવલી નજીક લાંછનપુર પાસે સોમવારે સાંજે રહસ્યમય સંજોગોમાં મહીસાગરમાં ડૂબી ગયેલા 18 વર્ષીય યુવાનનો મૃતદેહ 35 કિલોમીટર દૂર સિંધરોટ ચેકડેમમાં નજરે પડતાં પરિવારજનો અને ફાયરબ્રિગેડ ફરી એક વખત દોડતું થયું હતું. જોકે મહીસાગરમાં પાણીનું વહેણ ખૂબ જ હોવાથી ચેકડેમમાંથી મૃતદેહ બહાર કાઢવો અશક્ય જણાતાં ફાયરબ્રિગેડ દ્વારા પાણી ઓછું થવાની અથવા મૃતદેહ કિનારા પર આવે તેની રાહ જોવાનું પરિવારજનોને અને સ્થાનિક સરપંચને જાણ કરાઈ હતી.

સાવલી બારોટ વગામાં રહેતો અશ્વિન કંદોઈ ગત સોમવારે સાંજે મિત્રને ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયો હોવાનું તેના પિતરાઈ તરુણ કંદોઇએ જણાવ્યું હતું. આ દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો. પિતરાઇ તરુણ કંદોઈએ આક્ષેપ કર્યો હતો કે અશ્વિન સાથે આ ઘટના સમયે હાજર ત્રણે જાણ પોલીસને અને પરિવારને અલગ-અલગ નિવેદન જણાવી રહ્યા છે

પરિવારે કહ્યું, મૃતદેહ બહાર કઢાવવો નથી
4 દિવસ બાદ સિંધરોટ ચેકડેમમાં યુવાનનો મૃતદેહ જણાતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી તેની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જોકે મૃતદેહ બહુ ખરાબ હાલતમાં હોવાથી પરિવારજનો પણ તેની ઓળખ કરી શકશે કે કેમ તે અંગે દ્વિધા ઊભી થઈ હતી. આખરે પરિવારજનોએ ફાયરબ્રિગેડને લખી આપ્યું કે, અમારે શોધખોળ કરવી નથી અને મૃતદેહ બહાર કઢાવવો નથી.

અન્ય સમાચારો પણ છે...