તપાસ:નર્મદા કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ આખરે SSGમાંથી મળ્યો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારસિયાના યુવકનું અપહરણ થયાનું જુઠ્ઠાણું મિત્રોએ ચલાવ્યું હતું
  • અંતિમ સંસ્કાર કરતા કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા નહીં હોવાથી અંતિમક્રિયા થઈ નહોતી, મૃતદેહ પરિવારને સોંપાયો

શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા 14 વર્ષીય અક્ષય ઠાકોરનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતંુ. આ અંગે તાલુકા પોલીસે 30 નવેમ્બરના રોજ મૃતકના ફોટા મોકલ્યા હતા, પરંતુ તેની ઓળખ ના થતાં તેનો અંતિમ સંસ્કાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ પરિવારજનો દ્વારા યુવકનું અપહરણ થયાની ફરિયાદ વારસિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આખરે આ યુવકનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાંથી રવિવારના રોજ મળી આવતાં વારસિયા પોલીસે તેનો કબજો પરિવારજનોને સોંપ્યો હતો. 30મીએ મૃતદેહ મળ્યાે હતો, પરંતુ અંતિમ સંસ્કાર કરતા કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા ન હોવાથી અંતિમ ક્રિયા થઈ નહોતી.

શહેરના વારસિયા વિસ્તારમાં કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા બળવંતભાઈ ઠાકોર દ્વારા ચાર ડિસેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમના પુત્ર અક્ષય 28 નવેમ્બરે ફોન ઉપર જણાવ્યું હતું કે, તે બપોર સુધીમાં ઘરે આવી જશે, પરંતુ રાત સુધી ઘરે ન આવતા શોધખોળ શરૂ કરાઈ હતી.

અક્ષયના મિત્ર અજય જણાવ્યું હતું કે, અક્ષય તેનો ફોન આપી ગયો છે. અને કેટરીંગ નો ઓર્ડર હોવાથી જઈ રહ્યો છે .તેમ કહી એક વ્યક્તિની બાઈક પર જતો રહ્યો હતો .અક્ષય અગાઉ પણ કેટરિંગના ઓર્ડરમાં જ હતો ત્યારે બે ત્રણ દિવસે ઘરે આવતો હતો. જેથી તે પરત આવી જશે તેમ પરિવારને લાગ્યું હતું.જો કે નવ દિવસથી પરત ન આવતા તે ગુમ થયો હોવાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જ્યારે બીજી તરફ 30 મી અંકોડિયા કેનાલ થી એક મૃતદેહ મળ્યો હતો જેની અંતિમવિધિ તાલુકા પોલીસે બિનવારસી હોવાનું સમજી કરી નાખી હોવાની વાત વહેતી થઈ હતી. આ અજાણ્યા યુવકની લાશ અક્ષયની હોવાનું જે તે સમયે મનાયું હતું. જોકે શુક્રવારે અંતિમ સંસ્કાર કરતા કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા નહોતા, જેથી મૃતદેહનો અંતિમ સંસ્કાર થયો નહતો.

દરમિયાન તાલુકા પોલીસે વારસિયા પોલીસને જાણ કરી હતી કે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો નથી. રવિવારે પોલીસ અક્ષયના પરિવારજનોને મૃતદેહને ઓળખ માટે લઈ ગઈ હતી જેમાં પરિવારને અક્ષયને ઓળખી બતાવ્યો હતો. પીએમ રીપોર્ટ બાદ પરિવાને ડેડબોડી સુપ્રત કરી હતી. વારસિયા પોલીસે જણાવ્યું હતું કે મૃતકના ડીએનએ અને વિસેરા લેવામાં આવ્યા છે. જે તપાસ માટે મોકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...