તપાસ:કારેલીબાગની વૃદ્ધાનો સમા તળાવમાંથી મૃતદેહ મળ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમા તળાવમાંથી કૂદી આપઘાત કરનાર વૃદ્ધ મહિલાની ઓળખાણ થઈ છે. તેઓ ઘરેથી ગુમ થયાની અરજી પુત્રએ કારેલીબાગ પોલીસ મથકમાં આપી અને એક કલાક બાદ જ તેઓને માહિતી મળી હતી કે માતાનો મૃતદેહ મળ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સમા તળાવમાં સોમવારે કારેલીબાગ અંબે પાર્ક સોસાયટીમાં રહેતા 65 વર્ષના વિમળાબેન શાહનો મૃતદેહ મળ્યો હતો.

ઘટનાના એક કલાક પૂર્વે જ પુત્ર કમલેશ શાહે કારેલીબાગ પોલીસ માં માતા વિમળાબેન ગુમ થયાની અરજી આપી હતી. એક કલાક બાદ પોલીસે ફોન કરી તેઓને સમા તળાવમાંથી મળેલા વૃદ્ધાના ફોટા બતાવતા તેઓએ ઓળખી બતાવ્યા હતા. પોલીસની વધુ તપાસમાં વિમળાબેન છેલ્લા 15 વર્ષથી બીમાર હતા અને તેમની દવા ચાલુ હતી.

અન્ય સમાચારો પણ છે...