તપાસ:ગોરવા-પંચવટી કેનાલમાંથી 18 વર્ષના યુવકની લાશ મળી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નિલેશ રોજ સવારે ઘરેથી નીકળી ફરવા માટે જતો હતો
  • કેનાલ પાસેથી સાઇકલ અને ચંપલ પણ મળ્યાં

ગોરવા-પંચવટી કેનાલમાંથી બુધવારે 18 વર્ષીય યુવકની લાશ મળી આવી આવતા સ્થાનિકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પંચવટી ખાતે રહેતા મુકેશ તડવીનો પુત્ર નિલેશ બુધવારે વહેલી સવારે ઘરેથી નિકળી ગયો હતો. નિલેષ દરરોજ સવારે ફરવા જતો હોવાના કારણે તેની ઘરમાં ગેરહાજરી પર પરિવારે કોઈ તપાસ ન કરી પણ બપોર સુધી ઘરે ન આવતા મુકેશભાઈ તેને શોધવા માટે નિકળ્યા હતા ત્યારે ગોરવા- પંચવટી કેનાલ પાસેથી નિલેષની સાઈકલ અને ચપ્પલ મળી આવ્યા હતા.

બપોરે નિલેશના પિતાએ ગોરવા પોલીસ અને ફાયર બ્રિગેડેને જાણ કરતા પોલીસ અને ફાયર લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે આવીને નિલેશની લાશ બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ અંગે પિતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ઘરમાં તેને કોઈ કંઈ કહેતુ નહોતું તેને જે કરવુ હોય તે વાતની છૂટ હતી. તેને નોકરી કરવી હતી પણ મેં તેને ના પાડી હતી. કેનાલની બહાર નિલેશના ચપ્પલ મળી આવતા નહાવા ઉતર્યો હોય અને ડુબવાના કારણે મૃત્યું થયું હોવાનું મનાય છે. બીજી તરફ અાપઘાત કર્યાની પણ શંકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...