તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કોટણા ગામના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યા થયાનો આક્ષેપ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક નશાની હાલતમાં બેભાન થયા બાદ મોત : મૃતકના શરીર પર ઇજાનાં નિશાન હોવાથી પરિવારને હત્યાની શંકા

વડોદરાના કોટણા ગામે રહેતા યુવકનો મૃતદેહ નજીકના ખેતરમાંથી મળી આવતાં પરિવારજનોએ હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. ઘટના સંદર્ભે નંદેસરી પોલીસે મૃતદેહને બાજવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કોટણા ગામમાં રહેતો 36 વર્ષનો સંજય ગોહિલ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગઈ કાલે બપોરે મકાનથી નજીકના ખેતરમાં સંજય બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓએ સરપંચને જાણ કરી હતી. સરપંચે આ અંગે નંદેસરી પોલીસને માહિતી આપતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં સંજય મૃત જણાયો હતો. તેણે નશો કર્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જોકે પરિવારજનોના હત્યાના આક્ષેપ સામે પીઆઇ વડિયાએ જણાવ્યું હતું કે, મૃતકના શરીર પર છોલાઈ જવાનાં નિશાન છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. રિપોર્ટ  બાદ જ હકીકતની જાણ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો