તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Body Of A Stranger Was Found Lying On The Head On The Makarpura GIDC Road In Vadodara, With Bags Of Domestic Liquor Recovered From The Body.

રહસ્યમય મોત:વડોદરાના મકરપુરા GIDC રોડ પર બાંકડાઓ વચ્ચે ઊંઘા માથે પડેલો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો, લાશ પાસેથી દેશી દારૂની પોટલીઓ મળી

વડોદરા11 દિવસ પહેલા
મકરપુરા વિસ્તારમાં GIDC રોડ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
  • મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં GIDC રોડ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. રોડ પાસે મૂકેલા બાંકડાઓની વચ્ચે ઊંધા માથે પડેલો મૃતદેહ મળી આવતા અનેક રહસ્યના વમળો સર્જાયા છે. મૃતદેહ પાસેથી દેશી દારૂની પોટલી પણ પડેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઊંધા માથે પડેલો મૃતદેહ જોઇ લોકો ચોંકી ઉઠ્યા નોકરી-ધંધાર્થે જતા લોકોએ મકરપુરા GIDC રોડ પાસે મૂકેલા બાંકડા પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જોતા ચોંકી ઉઠ્યા હતા. જોતજોતામાં સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બાંકડા પર ઊંધા માથે પડેલો મૃતદેહ જોઇ લોકો ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બિનવારસી મૃતદેહ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.

મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
મોતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો GIDC રોડ પર મૂકેલા બાંકડા પાસેથી ઊંધા માથે પડેલી મળી આવેલી લાશ અંગેની હજી સુધી કોઇ ઓળખ થઇ નથી. સ્થળ પર પહોંચેલી પોલીસે બિનવારસી લાશ અંગેની માહિતી મેળવવા માટે સ્થાનિક લોકોની પૂછપરછ કરવા છતાં કોઇ માહિતી મળી નથી. અત્રે પોલીસે અજાણ્યા વ્યક્તિનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે જાણવા માટે લાશનો કબજો લઇને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

લાશ પાસેથી દેશી દારૂની પોટલીઓ મળી
લાશ પાસેથી દેશી દારૂની પોટલીઓ મળી

લાશ પાસે દેશી દારૂની પોટલીઓ જોવા મળી બાંકડા અને લાશ પાસે દેશી દારૂની પોટલીઓ જોવા મળી હતી. આ બાંકડાનો ઉપયોગ દારૂડીયાઓ દારૂ પીવા માટે ઉપયોગ કરતા હોવાનું જણાઇ આવ્યું છે. જોકે, અજાણ્યો વ્યક્તિ ચોક્કસ કયા કારણોસર મોતને ભેટ્યો છે તે અંગેની કોઇ માહિતી મળી નથી. પોલીસે મોતનું કારણ જાણવા અને અજાણી વ્યક્તિ ક્યાંનો રહેવાસી છે, તે જાણવા માટે તપાસ શરૂ કરી છે. હાલ માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવે મકરપુરા GIDC વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.

બાકડા પર ઊંધા માથે પડેલો મૃતદેહ જોઇ લોકો ચોંકી ઉઠ્યા હતા
બાકડા પર ઊંધા માથે પડેલો મૃતદેહ જોઇ લોકો ચોંકી ઉઠ્યા હતા
પોલીસે મોતનું કારણ જાણવા અને અજાણી વ્યક્તિ ક્યાંનો રહેવાસી છે, તે જાણવા માટે તપાસ શરૂ કરી
પોલીસે મોતનું કારણ જાણવા અને અજાણી વ્યક્તિ ક્યાંનો રહેવાસી છે, તે જાણવા માટે તપાસ શરૂ કરી
અન્ય સમાચારો પણ છે...