તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:છાણી રોડ પર અધૂરા માસે જન્મેલી બાળકીનો મૃતદેહ ઉકરડે ત્યજી દઈ ઉપર રેતી નાખી દીધી

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ તસવીર વિચલિત કરી શકે છે, પરંતુ નિષ્ઠુરતા બતાવવાના હેતુથી પ્રસિદ્ધ કરી છે. - Divya Bhaskar
આ તસવીર વિચલિત કરી શકે છે, પરંતુ નિષ્ઠુરતા બતાવવાના હેતુથી પ્રસિદ્ધ કરી છે.
 • નવજાતને ત્યજી જનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ

શહેરના છાણી કેનાલ રોડ પર પોદ્દાર સ્કૂલ પાછળ ઉકરડા પાસે 6 માસની મૃત નવજાત બાળકીને નાખીને તેની પર રેતી નાખી દેવાઇ હતી. સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરતાં છાણી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી નવજાત બાળકીને મૂકી જનારાની શોધખોળ આદરી હતી. આ મામલે છાણી પોલીસમાં ઇશ્વર ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે, સવારે 9-15 વાગે તેમને જાણ થઇ હતી કે દેવજી પ્રજાપતિના ખેતરની ગેટ પાસેના ઉકરડા નજીક રેતીની તાજી ઢગલી કરેલી છે અને તેના પર તાજા જન્મેલા બાળકના માથાનો ભાગ દેખાય છે.

તેમણે ત્યાં જઇને જોતાં તાજી નાખેલી રેતીની નીચે નવજાત શિશુનું માથું દેખાતું હતું અને કોઇએ આસપાસમાંથી રેતી લઇને નાંખેલી હોવાનું જણાતું હતું. તેમણે 108ને જાણ કરતાં પહોંચેલા એમ્બ્યુલન્સના સ્ટાફે રેતી હટાવીને જોતાં 6 માસનું ગર્ભ મૃત હાલતમાં હોવાનું અને તે બાળકી હોવાનું જણાયું હતું. નવજાતના મોતનો મલાજો ન જાળવીને તેને ઉકરડે ફેંકી દેવાયું હતું. એફએસએલની તપાસમાં આ બાળકી પ્રિમેચ્યોર હોવાનું અને 6 માસે જન્મી હોવાનું ખૂલ્યું હતું. છાણી પોલીસના પીએસઆઇ એ.એમ. પરમારે તપાસ શરૂ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો