તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • The Body Of A 35 year old Man Who Went Missing 3 Months Ago Was Found In A Village Well; Why Didn't The Youth Complain For Three Months? Police Begin Investigation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી સામે પ્રશ્નો:3 માસ પૂર્વે ગુમ 35 વર્ષના યુવકનો મૃતદેહ ગામના કૂવામાંથી જ મળ્યો; ત્રણ મહિનાથી ગુમ યુવકની ફરિયાદ કેમ ના થઇ? પોલીસ તપાસ શરૂ

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાવલી તાલુકાના મુવાલ ગામમાં બનેલો ચોંકાવનારો બનાવ

સાવલી તાલુકાના મુવાલ ગામનો 5 સંતાનોનો પિતા 3 મહિનાથી ગુમ હતો. જેનો મૃતદેહ શનિવારે મુવાલ ગામના કુવામાંથી મળ્યો હતો.જોકે પરિવારજનોએ ત્રણ મહિનાથી ગુમ યુવકની જાણ પોલીસને કેમ ન કરી તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

સાવલી તાલુકાના મુવાલ ગામે રહેતા ૩૫ વર્ષના ગોપાલભાઈ ઉર્ફે મડીયા ભાઈ રામાભાઇ નાયક ના પરિવારમાં પત્ની અને પાંચ સંતાનો છે. ત્રણ મહિના અગાઉ ગોપાલભાઈએ ‘હું આવું છું’ તેમ કહીં બહાર નીકળ્યા હતા. જોકે ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા નહતા. શનિવારે ગામના મનોજભાઈ પટેલના નીલગીરી વાળા ખેતરમાં આવેલા અવાવરુ કૂવામાં પશુઓ ચરાવતા લોકોને એક લાશ તરતી દેખાઈ હતી. તેઓએ આ અંગેની જાણ ગામના સરપંચને કરતા સરપંચ સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.

બનાવની જાણ પોલીસને થતાં તેઓએ લાશને બહાર કાઢી હતી. જેમાં તેની પત્નીએ કપડાના આધારે મૃતદેહને ઓળખ્યો હતો. પરંતુ લાશ ગોપાલભાઈ ઉર્ફે મડીયાભાઈનો છે કે કેમ તે અંગેની વધુ તપાસ માટે સાવલી પોલીસે લાશને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી ડીએનએ ટેસ્ટ તેમજ મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો