તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Body Of A 20 year old MS University Student Who Drowned In The Mahisagar River At Lanchanpur Near Vadodara Was Found 2 Km After 36 Hours. Found From Afar

પરિવારમાં આક્રંદ:વડોદરા નજીક લાંછનપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબેલા MS યુનિવર્સિટીના 20 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ 36 કલાક બાદ 2 કિ.મી. દૂરથી મળ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક વિદ્યાર્થી મોહમ્મદ સાદિક મોદન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
મૃતક વિદ્યાર્થી મોહમ્મદ સાદિક મોદન(ફાઇલ તસવીર)
  • લાંછનપુરા પાસે મહીસાગર નદીમાં રવિવારે સાંજે 11 મિત્રો સાથે ન્હાવા પડ્યા હતા
  • MS યુનિવર્સિટીના 20 વર્ષીય વિદ્યાર્થી તણાયા બાદ લાપતા થઇ ગયો હતો

વડોદરા જિલ્લાના સાવલીના લાંછનપુરાની મહીસાગર નદીમાં રવિવારે સાંજે 11 મિત્રો સાથે ન્હાવા પડ્યા હતા. જેમાંથી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો 20 વર્ષીય યુવક મહીસાગર નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. ઘટના બાદ 36 કલાક બાદ ઘટના સ્થળ લાંછનપુરાથી નદીમાં બે કિ.મી. આગળ ભવાનીપુરા પાસેથી તણાયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

વિદ્યાર્થીના પરિવારજનો સોમવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા
ગત રવિવારે 11 મિત્રો સાથે સાવલીના લાંછનપુરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા આવેલા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ ધંધુકાના વતની 20 વર્ષીય આશાસ્પદ યુવાન નદીના પ્રવાહમાં તણાયો હતો. સાથી મિત્રોએ ગ્રામજનોની મદદથી શોધવાનો પ્રયાસ કર્યો હતો અને સાવલી પોલીસને જાણ કરી હતી, પણ, અંધારું થતાં શોધખોળ બંધ રહી હતી. જ્યારે બનાવના ભોગ બનનારના પરિવારજનો સોમવારે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

NDRFની ટીમને સોમવારે મૃતદેહ મળ્યો નહોતો
પોલીસ વિભાગ દ્વારા તણાઇ ગયેલા યુવકને શોધવા માટે NDRFની મદદ લેવામાં આવી હતી. દિવસ દરમિયાન શોધખોળ હાથ ધરી હતી અને મોડી સાંજ સુધી NDRFની ટીમ પણ નદીમાં શોધખોળ કરી હતી. પરંતુ સફળતા મળી ન હતી અને ટીમ પરત ફરી હતી.

સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો
મંગળવારે ઘટનાના ત્રીજા દિવસે ઘટના સ્થળથી દૂર ભવાનીપુરા ગામ પાસેથી રવિવારે સાંજે તણાઇ ગયેલા આશાસ્પદ યુવક મોહમ્મદ સાદિક મોદન(રહે, ધંધુકા)નો મૃતદેહ આજે મંગળવારે સવારે મળી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. સાવલી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...