તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગોરવા કેનાલમાંથી મળેલી લાશ બાઈક નંબરથી ઓળખાઈ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરની ગોરવા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવવાના બનાવમાં કેનાલ નજીક પાર્ક કરેલી બાઈકના આધારે મૃતક યુવકની ઓળખાણ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં ગોરવા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.

કેનાલની બાજુમાં બિનવારસી બાઇક મળી આવતા પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. બાઈકના નંબરના આધારે આ બાઇક નવાયાર્ડમાં રહેતા 35 વર્ષના કપિલ દેવરાજ ચૌહાણની હોવાનું સપાટી પર આવ્યું હતું. જોકે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નથી. ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો છે.પોલીસે બનાવના સંબંધમાં ગહન તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો