તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:પવનો ફૂંકાતાં બફારો ઘટ્યો, પારો 35 ડિગ્રી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વાતાવરણમાં વરસાદી ગતિવિધિ ઓછી થઈ જતાં શુક્રવારના રોજ પણ આકાશ સાફ રહ્યું હતું અને આખો દિવસ તડકો રહ્યો હતો. જોકે આખો દિવસ 15 થી 17 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા, જેના કારણે બફારાનું પ્રમાણ ઓછું નોંધાયું હતું. શહેરમાં જૂન મહિનામાં ચોમાસાની ધોધમાર ઈનિંગ થઈ હતી. જોકે જૂન મહિનાનાં અંતિમ અઠવાડિયામાં જ વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો. જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદ પડવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. જેને કારણે આકરી ગરમીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 35.2 ડિગ્રી અને અને લઘુતમ તાપમાનનો પારો 28.2 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 81 ટકા અને સાંજે 56 ટકા નોંધાયું હતું. શહેરમાં દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમની દિશાથી 17 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. સિઝનનો કુલ વરસાદ 210 મિમી નોંધાયો છે. શનિવારના રોજ પણ વરસાદની શકયતા નહીવત છે. તેમજ ગરમીનો પારો 35 ડીગ્રી આસપાસ રહેવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...