તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ભાજપના સર્મથનમાં 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જ્યારે કોંગ્રેસના સમર્થનમાં 2 ફોર્મ પરત ખેંચાયાં હતાં.ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ 17માંથી બળવાખોરી કરીને ઉમેદવારી નોંધાવનાર ભાજપનાં જ પૂર્વ કાઉન્સિલર ભાવીનાબેન ચૌહાણે આખરે ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો.
ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, નર્મદા મંત્રી યોગેશ પટેલ, ચૂંટણી ઇન્ચાર્જ સુનીલ સોલંકીએ છેલ્લા ત્રણ દિવસથી ભાવીનાબેનને સમજાવવાના પ્રયાસને સફળતા મળી હતી. ભાજપના સમર્થનમાં વોર્ડ નં. 12માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિપક શાને, વોર્ડ નં. 7માંથી અંકિત રજવાડી, આપના તરૂણ શાહ, વોર્ડ નં. 18માંથી મહેશ ગોયલ, વોર્ડ નં. 19માંથી અપક્ષ ઉમેદવારી કરનારા કમલેશ પંચાલ, બન્ટી ખૈર, પીયુષ ધ્રોતે, જયેશ પટેલે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
આ ઉપરાંત એનસીપીમાંથી વોર્ડ 6માં ઉમેદવારી નોંધાવનાર સંજીદાબેગમ સૈયદે પણ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. ડેમેજ કંટ્રોલ કમિટીના સભ્ય ઋત્વીજ જોશી, માઇનોરિટી સેલના ચેરમેન અલ્તાફ હુસૈન કાદરીના પ્રયાસોથી તેમણે ઉમેદવારી પરત ખેંચી હતી અને વોર્ડ 6માં કોંગ્રેસની પેનલને સમર્થન જાહેર કર્યું હતું. વોર્ડ 19માંથી પણ કોંગ્રેસના સર્મથનમાં એનસીપીના ઉમેદવાર ઇલ્યાઝ વ્હોરાએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેથી હવે પાલિકાના 19 વોર્ડની 76 બેઠક માટે 280 ઉમેદવાર જંગમાં રહ્યાં છે.
76 બેઠક માટે 280 દાવેદારો વચ્ચે જંગ, પાલિકાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં વોર્ડ નંબર 12માં સોંથી વધુ 25 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.
વોર્ડ | માન્ય | પરત | કુલ |
ફોર્મ | ખેંચાઇ | સંખ્યા | |
1 | 18 | 1 | 17 |
2 | 9 | 0 | 9 |
3 | 10 | 0 | 10 |
4 | 22 | 0 | 22 |
5 | 15 | 0 | 15 |
6 | 15 | 1 | 14 |
7 | 18 | 2 | 16 |
8 | 21 | 0 | 21 |
9 | 13 | 0 | 13 |
10 | 17 | 1 | 16 |
11 | 11 | 0 | 11 |
12 | 26 | 1 | 25 |
13 | 14 | 0 | 14 |
14 | 16 | 1 | 15 |
15 | 9 | 1 | 8 |
16 | 13 | 0 | 13 |
17 | 13 | 1 | 12 |
18 | 14 | 1 | 13 |
19 | 20 | 4 | 16 |
કુલ | 294 | 14 | 280 |
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.