તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:કોંગ્રેસે ઠૂકરાવી દીધેલી 8 સમિતિમાં હવે ભાજપ રાજ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી સભાના એજન્ડામાં નિમણૂકની ભલામણ

પાલિકાની 8 સમિતિમાંથી કોંગ્રેસના કોર્પોરેટરોએ આપેલા રાજીનામા બાદ હવે ખાલી પડેલી જગ્યામાં ભાજપના કોર્પોરેટરોની નિયુક્તિ કરાશે.પાલિકાની સમિતિઓ પૈકી 8 સમિતિમાં કોંગ્રેસના 7 પૈકી 6 કોર્પોરેટરને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં પબ્લિક વર્કસ સમિતિમાં બાળુ સુરવે, પાણી પુરવઠામાં અલકાબેન પટેલ, ડ્રેનેજ સમિતિમાં હરીશ પટેલ, આરોગ્ય સમિતિમાં જહા ભરવાડ, ટાઉન પ્લાનિંગ સમિતિમાં પુષ્પાબેન વાઘેલા, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિમાં અલકાબેન પટેલ, સાંસ્કૃતિક સમિતિમાં અમીબેન રાવત અને વિદ્યુત સમિતિમાં બાળુ સુરવેને સ્થાન અપાયું હતું.

જોકે પાલિકામાં કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો આપવામાં આવ્યો નથી ત્યારે કોંગ્રેસના આ તમામ કોર્પોરેટરોએ આંગળી ઊંચી કરવા સમિતિમાં રહેવું નથી તેવો અભિપ્રાય આપીને રાજીનામાં ધરી દીધાં હતાં, જેના કારણે 8 જગા ખાલી પડી છે. આગામી અઠવાડિયે મળનારી સભાના એજન્ડામાં ફરીથી સભાસદોની ખાલી જગા પર નિમણૂક કરવા ભલામણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...