• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The BJP Fears Defeat In The Assembly Elections Due To The Failure Of The Koro Epidemic. So Rupani Took Over As CM, But The People Will Bring A Definite Change: Bharatsinh Solanki

નિવેદન:કોરોના મહામારીમાં નિષ્ફળતાથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો ડર છે. જેથી રૂપાણીનું CM પદ લઇ લીધું, પણ પ્રજા ચોક્કસ પરિવર્તન લાવશેઃ ભરતસિંહ સોલંકી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી - Divya Bhaskar
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી
  • ભાજપ સરકારે કોંગ્રેસની કોઇ વાત ન સાંભળતા સામાન્ય પ્રજાને ભોગવવાનો વખત આવ્યો હતોઃ ભરતસિંહ

વૈશ્વિક કોરોનાની મહામારીમાં ભાજપ સરકારે લોકોની તકલીફો દૂર કરવાને બદલે સસ્તી પ્રસિદ્ધી લેવાનું કામ વધુ કર્યું છે. કોરોનાની બીજી લહેરમાં ડોક્ટરોએ લોકોને બચાવવા માટે અથાગ પ્રયાસો કર્યાં હતા. પરંતુ, સરકારે કોરોનાની મહામારી અધિકારીઓ ઉપર છોડીને લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કર્યો હતો. પરિણામે કોરોનામાં આર્થિક અને સામાજિક નુકશાન વેઠનાર લોકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા કાઢવાનો વખત આવ્યો છે.

પ્રજા આગામી વિધાન સભાની ચૂંટણીમાં ચોક્કસ પરિવર્તન લાવશે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સંવેદનશિલ કહેવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર કોરોનાની મહામારીમાં નિષ્ફળ ગઇ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને હારનો ડર છે. જેથી તેઓએ વિજય રૂપાણીનું મુખ્યમંત્રી પદ લઇ લીધું છે અને કોરોનાની નિષ્ફળતાનું ઠીકરું તેમના માથે ફોડી દેવાનો પ્રયાસ છે. પરંતુ, ગુજરાતની પ્રજા આગામી વિધાન સભાની ચૂંટણીમાં ચોક્કસ પરિવર્તન લાવશે.

ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યાં આજે વડોદરામાં કોવિડ-19 ન્યાય યાત્રા સંદર્ભે આવેલા પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેઓએ કોરોના કાળમાં ધરાર નિષ્ફળ ગયેલી ગુજરાતની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યાં હતા. ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતની પ્રજાને રેમડીસીવર ઇન્જેક્શન તેમજ ઓક્સિજન સિલિન્ડરો પૂરા પાડવાને બદલે યુપીમાં મોકલ્યા હતા અને તેમાં તેઓએ ગુજરાત સરકારે યુ.પી. સરકારને મદદ કરવાની વાહવાહી લીધી હતી. એટલે કે, ગુજરાતની સરકારે ઘરના છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાને આટો જેવી નિતી અપનાવી હતી.

સામાન્ય પ્રજાને નુકસાન ભોગવવાનો વખત આવ્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ તરીકે કોંગ્રેસે ભાજપ સરકારને સાથે હોવાનું જણાવ્યું હતું અને સૂચનો આપવા માટે જણાવ્યું હતું. પરંતુ, સરકારે કોંગેસના સૂચનો સ્વીકાર્યા ન હતા. જો કોંગ્રેસના સૂચનો સ્વીકાર્યા હોત તો ગુજરાતમાં કોરોનામાં થયેલા મૃત્યુંઆંકમાં ઘટાડો થયો હતો. કોંગ્રેસે સરકારને જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં કોંગ્રેસ સરકાર સાથે છે. પરંતુ, ભાજપ સરકારે કોંગ્રેસની કોઇ વાત સાંભળી ન હતી અને તેનું નુકસાન સામાન્ય પ્રજાને ભોગવવાનો વખત આવ્યો હતો.

ભાજપ સરકારે કોંગ્રેસની કોઇ વાત ન સાંભળતા સામાન્ય પ્રજાને ભોગવવાનો વખત આવ્યો હતોઃ ભરતસિંહ
ભાજપ સરકારે કોંગ્રેસની કોઇ વાત ન સાંભળતા સામાન્ય પ્રજાને ભોગવવાનો વખત આવ્યો હતોઃ ભરતસિંહ

કોંગ્રેસે ગુજરાતમાં કોવિડ-19 ન્યાય યાત્રામાં શરૂ કરી છે અમારી સરકાર પાસે માગણી છે કે, કોરોનાની મહામારીમાં જે લોકો અવસાન પામ્યા છે. તે લોકોના પરિવારને સરકાર દ્વારા ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા અથવા તેથી વધારે રકમ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે પણ સરકારને જણાવ્યું છે કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવામાં આવે. વડોદરામાં 1500 લોકોએ ન્યાય મેળવવા માટે ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 ન્યાય યાત્રામાં શરૂ કરવામાં આવી છે. આ યાત્રા દ્વારા લોકોને કોરોનામાં થયેલા નુકસાનમાં ન્યાય અપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વળતર અપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

કોરોનાના મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના 7 લાખ રૂપિયા કરોડના દેવા માફ કરી શકતી હોય તો પછી કોરોનામાં મોટુ નુકસાન ભોગવનાર પરિવારજનોને સરકાર દ્વારા કેમ મદદ કરવામાં આવતી નથી. કોંગ્રેસ દ્વારા કોરોનામાં અસર પામેલા લોકોને ન્યાય અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે. ગુજરાતમાં આવેલા સત્તા પરિવર્તન અંગે ઉમેર્યું કે, ભાજપનો આંતરીક પ્રશ્ન છે.

મૃત્યુ પછી અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી હતી કોવિડને લઇને કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા શરૂ કરી છે. કોરોનામાં લોકોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા માટે ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા કોરોનાના મૃતકને આપવા જોઇએ. મૃત્યુ પછી અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી હતી. લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ગુજરાતમાં લોકોને છૂટથી ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શન આપવાના બદલે યુ.પી.માં મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...