તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે જન જાગૃતિ અભિયાન દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમને ઓપ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘ઝવેરચંદ મેઘાણીની વાર્તા-લોકવાર્તાઓનું ભાષા કર્મ’ વિશે શિક્ષણવિદ્દ અને સાહિત્યકાર રાઘવજી માઘડેએ ચર્ચા કરી હતી. જન જાગૃતિ અભિયાન વડોદરાના મેનેજિંગ ટ્રસ્ટી મનહર શાહે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ મેઘાણી વંદના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર યોજાયો હતો જેને 500 થી વધુ લોકોએ નિહાળ્યો હતો.
શિક્ષણવિદ્દ અને સાહિત્યકાર રાઘવજી માઘડેએ જણાવ્યું હતું કે, બોલતી ભાષાનો વિનિયોગ, જીવનનો ધબકાર અને વાર્તાઓમાં કલાત્મકતા એ મેઘાણીની વાર્તાઓની એક નોંધપાત્ર બાબત છે. અપાર વિષય વૈવિધ્ય ધરાવતી આ બધી વાર્તાઓ વાસ્તવલક્ષી હોવાથી હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. આ વર્ચ્યુઅલ ચર્ચામાં કિશોરની વહુ, પાપ, સદાશિપ ટપાલી, વહુ અને ઘોડો, ચારણની ખોળાધરી, ઘોડી અને ઘોડેસવાર અને આનુ નામ તે ધણી જેવી પ્રમુખ વાર્તાઓના સંવાદનુ વાંચન વક્તાએ કર્યું હતું. આ સાથે વાર્તાઓમા રહેલી તળપદી ભાષા શૈલી અને સામાજિક સંઘર્ષ વિશે પણ માહિતી આપી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.