બેઠક:BCAમાં મોટા પગારદારોના કામના રિવ્યૂ અંગે ચર્ચા થશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ મુદ્દે બેઠક તોફાની બને તેવા સંભાવના
  • આજે બીસીએની એપેક્ષ કમિટીની બેઠક મળશે

સોમવારે મળનારી બીસીએની એપેક્ષ કમિટિની બેઠક વિવિધ મુદે તોફાની બને તેવી સંભાવના છે. બીસીએના મોટા પગારદારોની કામીગીરીની અને એપેક્ષ સભ્ય કમલ પંડયાએ લખેલા લેટરબોમ્બ અંગે પણ ચર્ચા થશે.

સૂત્રો અનુસાર ‘સોમવારની એપેક્ષ બેઠક માટે વિવિધ મુદાઓના એજન્ડા મુકવામાં આવ્યા છે. જેમાં વિવિધ કોચની અન્ય કેટેગરીમાં મુકવા, ડેવ વોટમોરના કાર્યકાળને રીન્યુ કરવો કે નહી, ઓમાન દેશે ઇન્વીટેશન ટુર્નામેન્ટ માટે મોકલેલા આમંત્રણને લઇ બીસીએની ટીમને ઓમાન મોકલવી કે નહી, વિવિધ ટીમો અને ખેલાડીઓ માટે પ્રાઈઝ, પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના નેજા હેઠળ બોલિંગ કેમ્પ યોજવાનો પ્રસ્તાવ, બીસીએની ઓફિસ પર સોલાર રૂફ ટોપ મુકવા, કોટંબી ખાતે લાઈટ સિસ્ટમ માટે વીમો લેવા દરખાસ્ત અને બીસીએ માટે બે નવી કાર ખરીદવા સહિતના મુદા પર ચર્ચા થશે.

અગાઉ એપેક્ષના કેટલાક સભ્યો અને હોદેદારોએ વોટમોરની નિયુકતીનો વિરોધ કર્યો હતો. એપેક્ષ કમિટિના સભ્ય કમલ પંડયાએ બીસીએને પત્ર લખ્યો હતો અને પગારદારોની કામગીરીના રીવ્યુનો અનુરોધ કર્યો હતો. તેમણે પત્રમાં સીઈઓની નિયુકતી અને તેઓની કામગીરની ચકાસણી, એચ.આર.ની નિમણુક અને તેઓની કાર્યશેૈલી વિશે ફેર વિચારણા જરૂરી અને બીસીએના કોચની નિયુકતી અને પરિણામની તલસ્પર્શી તપાસ માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...