તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારે રીલાયન્સ ક્રિકેટ મેદાન ખાતે બીસીએની સિલેકશન કમિટીમાં હાજર રહેવા ગયેલા સીઇઓ અને એપેક્ષ સભ્યનો એક પૂર્વ ક્રિકેટરે ઉધડો લેતાં મંગળવારે મળેલી એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં બંધારણની છટકબારીનો લાભ લઇ સીઈએા અને એપેક્ષ સભ્ય હાજર રહી શકે તેવા નિયમને બહુમતીના જોરે બહાલી અપાઈ હતી. સિલેકશન કમિટીની બેઠકમાં બીસીસીઆઈના નિયમ મુજબ સિલેકટરો અને ફકત સેક્રેટરી કે પ્રમુખ જ હાજર રહી શકે છે તેમ છતાં સોમવારે સીઈઓ અને એક એપેક્ષ સભ્ય બેઠકમાં હાજર રહેવા ગયા ત્યારે એક પૂર્વ ક્રિકેટરે ઉધડો લેતાં બંને જણે બેઠકમાં ભાગ લીધો ન હતો.
આ ઘટનાને ગંભીરતાથી લઇ એપેક્ષ કાઉન્સિલમાં મંગળવારે ચર્ચા કરાઇ હતી જેમાં કેટલાક એપેક્ષ સભ્યોએ આ મુદે ફેર વિચારણા કરવા કહ્યું હતું પરંતુ બહુમતીના જોરે આ પ્રસ્તાવને મંજૂર કરાયો હતો.જેથી હવે સીઇઓ અને એપેક્ષ સભ્ય સિલકેશન કમિટીની બેઠકમાં હાજર રહી શકશે. બીસીએના પ્રવકતા સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે ‘ મને આ અંગે બીસીએ તરફથી કાંઈ પણ બ્રીફ કરવામાં આવ્યું નથી.બીસીએ સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘કલ્પેશ પરમારને રજીસ્ટર્ડ એડીથી શો કોઝ અપાઈ છે અને નોટીસ મળ્યે 3 દિવસમાં જવાબ આપવા જણાવાયું છે. આ અંગે બીસીસીઆઈનાપૂર્વ સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં અનેક હોદા પર હું રહી ચુકયો છું,પણ વરસોથી સિલેકશન કમિટીની બેઠકમાં સિલેકટરો ઉપરાંત ફકત સેક્રેટરી કે પ્રમુુખ જ હાજર રહે છે પણ અન્ય લોકો હાજર રહે તે બાબતથી આશ્ચર્ય થયું છે. બીજી તરફ બીસીએની સીલેકશન કમિટીની બેઠકમાં સોમવારે વિવાદ થતાં મંગળવારે પણ મુશ્તાક અલી ટ્રોફી માટેની ટી-20 ટીમની જાહેરાત અટવાઈ પડી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.