બેઠક:કોન્ટ્રાકટરોના ભાવ વધારાને મુદે બીસીએની બેઠક તોફાની બનશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે બરોડા ક્રિકેટ એસો.ની એપેક્ષ કમિટિની બેઠક મળશે
  • કેટરિંગ અને સ્ટેડિયમના બાંધકામ કોન્ટ્રાકટની ચર્ચા થશે

બીસીએની ગુરૂવારે મળનારી એપેક્ષ કમિટીની બેઠકમાં કેટરીંગ કોન્ટ્રાકટ અને સ્ટેડિયમના બાંધકામ માટે કોન્ટ્રાકટરોએ માંગેલા ભાવ વધારા મુદે ગરમાગરમી થવાની વકી છે.બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ થોડાંક સમય પહેલાં બીસીએ દ્વારા બીસીએની વિવિધ ટીમો માટે પ્રેકિટસ પૂર્વે નાસ્તા અનેે કેટરીંગની વ્યવસ્થા કરાય છે.

જેના માટે એક બ્લેક લિસ્ટેડ પાર્ટી સહિત વિવિધ ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા પણ જે યોગ્ય અને જેમની સામે કોઈ પણ ફરિયાદ ન હતી તેવા બે કોન્ટ્રાકટરોનું ટેન્ડર મંગાવાયું ન હતું જેના પગલે વિવાદ ઉભો થયો હતો ઉલ્લ્ેખનીય છે કે બીસીએના સતાધારી જૂથના અને એપેક્ષ કમિટિના સભ્ય કમલ પંડયાએ પણ કોન્ટ્રાકટમાં કેટલીક ખામી હોવાની વાત સાથે રજૂઆત કરી હતી.

આ અંગે બીસીએના સતાધીશોને સેક્રેટરીએ મેલથી રજૂઆત કરતાં સતાધીશોએ એપેક્ષ કમિટીમાં આ મુદે ચર્ચા કરવાની ખાતરી આપી હતી.‘જો સંંબંધિત કમિટીએ લીધેલા નિર્ણયોમાં કોઈ ખામી હશે તો તે ખામી દૂર કરવા માટે એપેક્ષમાં ચર્ચા થશે અને કોઈ ખામી નહી હોય તો કમિટિએ સુચવેલા ઇજારેદારોને ટેન્ડર અપાશે તેવી પણ સતાધીશો ખાતરી આપી હતી. બીજી બાજુ સ્ટેડિયમનું બાંધકામ કરી રહેલા કોન્ટ્રાકટરોએ 30 ટકા ભાવવધારો માંગતા તાજેતરમાં સ્ટેડિયમ કમિટિની મળેલી બેઠકમાં ભારે હોબાળો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...