પ્રવાસીઓનું પરિવર્તન:બરોડા મ્યુઝિયમમાં અગાઉ રોજ 4000 મુલાકાતીઓ આવતા હતા, બીજી લહેર બાદ હવે માત્ર 400 આવે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત નવેમ્બરમાં કોરોના-સોશિયલ ડિસ્ટન્સનું બહાનું કાઢીને ટિકિટ ભાવમાં 10 ગણો વધારો ઠોકી બેસાડ્યો હતો
  • 70% મુલાકાતીઓ ભાવ સાંભળીને જ પરત ફરી જાય છે, હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ: રાજ્ય મ્યુઝિમય ડાયરેક્ટર

આજથી 126 વર્ષ પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જનતા મ્યુઝિયમમાં જ્ઞાન અને મનોરંજન મેળવી શકે તે માટે બરોડા મ્યુઝિયમની સ્થાપના કરી હતી. આ મ્યુઝિયમની ટિકિટ હજી નવ મહિના પહેલા સુધી રૂ.10 હતી પણ કોરોના અને સોશિયલ ડિસ્ટન્સના બહાના હેઠળ મ્યુઝિયમની ટિકિટના રૂ.10થી વધારીને સીધા 100 રૂપિયા દેશવાસી મુલાકાતી માટે કર્યા , જ્યારે વિદેશીઓની ટિકિટમાં રૂ.50નો વધારો કર્યો હતો.

સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જનતા મ્યુઝિયમમાં જ્ઞાન અને મનોરંજન મેળવી શકે તે માટે બરોડા મ્યુઝિયમની સ્થાપના કરી હતી. આ મ્યુઝિયમની ટિકિટ હજી નવ મહિના પહેલા સુધી રૂ.10 હતી પણ કોરોના અને સોશિયલ ડિસ્ટન્સના બહાના હેઠળ મ્યુઝિયમની ટિકિટના રૂ.10થી વધારીને સીધા 100 કરી દીધા હતાં.

આજથી 126 વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડે જનતા મ્યુઝિયમમાં જ્ઞાન અને મનોરંજન મેળવી શકે તે માટે બરોડા મ્યુઝિયમની સ્થાપના કરી હતી. મ્યુઝિયમની ટિકિટ હજી નવ મહિના પહેલા સુધી રૂ.10 હતી પણ કોરોના અને સોશિયલ ડિસ્ટન્સના બહાના હેઠળ મ્યુઝિયમની ટિકિટના રૂ.10થી વધારીને સીધા 100 રૂપિયા દેશવાસી મુલાકાતી માટે કર્યા જ્યારે વિદેશીઓની ટિકિટમાં રૂ.50નો વધારો કર્યો હતો. ગૌરીવ્રત નિમિત્તે કમાટીબાગમાં આવેલી મહિલા-બાળાઓ ને ઐતિહાસિક મ્યુઝિયમ જોવાની ઇચ્છા હતી પણ ટિકિટના રૂ.100નો ભાવ સાંભળીને જ બાપ રે.. શબ્દ બોલીને એક નિસાસો નાંખીને મજબૂરીમાં વિલા મોંએ પરત નીકળતા હતા.

આવા મુલાકાતીઓ સાથે ‘દિવ્ય ભાસ્કરે’ વાત કરી તો જાણવા મળ્યું કે જેમણે ટિકિટ લીધી હતી તેઓ પણ ટિકિટના આ ભાવથી સંમત ન હતા. હવે જ્યારે કોરોનાના કેસો ઘટ્યા છે, કમાટીબાગમાં જ રોજે હજારો લોકો મુલાકાત લઇ રહ્યાં છે ત્યારે મ્યુઝિયમમાં પણ ટિકિટના દર ઘટાડવા જોઇએ. ટિકિટ બારી પર અડધો કલાક ઊભા રહેતા જાણવા મળ્યું કે, 70 ટકા મુલાકાતીઓ રૂ100ની ટિકિટનો ભાવ સાંભળીને જ પરત ફરી જતા હતા. કમ્યુઝિયમ અને પિકચર ગેલેરી જ ચાલુ છે. રાજ્યના મ્યુઝિયમ ડાયરેક્ટર પંકજ શર્માએ કહ્યું કે આ મુદ્દો મારા ધ્યાને છે પણ તમારી રજૂઆત બાદ હું ઉચ્ચ કક્ષાએ તેની પણ રજૂઆત કરીશ.

મુલાકાતીઓ 10મા ભાગના થઇ ગયા
કમાટીબાગમાં બપોર સુધીમાં જ 400 જેટલા મુલાકાતીઓએ ટિકિટ લીધી હતી. આ દિવસો દરમિયાન 4000 જેટલા મુલાકાતીઓ આવે છે જે દસમો ભાગ થઇ ગયો હતો. હેરિટેજના નામે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પણ અહીં ટિકિટ ઘટાડાતી નથી.

બહારથી આવેલા લોકો મજબૂરીમાં નાણાં ચૂકવીને મ્યુઝિયમમાં જાય છે
સૌરાષ્ટ્રના એક સરકારી વિભાગમાં કામ કરતું 6 જણનું ગ્રૂપ આવ્યું હતું. તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે સરકારી નોકરીમાં હોઇ સત્તાવાર વાત કરી શકીએ નહીં પણ આ ભાવ વધારે જ છે. તે ઘટવા જોઇએ. અમે સુરેન્દ્રનગરથી અહીં આવ્યા છીએ એટલે રૂપિયા આપીને પણ મ્યુઝિયમ જોવું પડશે.

મોંઘવારી બધે જ વધી છે અહીં તો ઘટાડી શકે
અમે અહીં ગ્રૂપમાં 9 લોકો આવ્યા છીએ અમે ગરીબ મધ્યમ વર્ગમાંથી છીએ અમારે જોવું હોય તો 900 રૂપિયા થાય. આટલા બધા રૂપિયાથી ઘરમાં શાકભાજીનો ખર્ચ નીકળે,અમે મ્યુઝિયમ જોયા વિના જવું પડે છે. > નયનાબેન સોલંકી, સમા

અમે બે જણ હતા, અમારી પાસે રૂ. 50ની જ નોટ છે
વડોદરા નજીકના એક ગામમાંથી બે કિશોર તેમના પરિવારજન સાથે કમાટીબાગ આવ્યાં હતા. પણ રૂ.100ની ટિકિટનો ભાવ સાંભળીને તેણે 50ની નોટ બતાવીને ટિકિટ બારીના સ્ટાફને કહ્યું મારી પાસે આટલા જ છે. બંને નિરાશ થઇને ઊભા રહ્યાં અને પછી પરત ફરી ગયા.

મધ્યમવર્ગને તો પોસાય જ નહીં
મધ્યમ વર્ગને પણ પોસાય એમ નથી. વધારો રૂ.20 કરી શકાય પણ 100 વધારે છે. પરિવાર સાથે આવ્યા હોઇએ તો સહેજે 400 રૂપિયા વપરાઇ જાય. > રોશની પાંડે, ગોત્રી

આટલા ભાવ રાખવા જોઇએ નહીં
હું સુરેન્દ્રનગરથી આવી છું. મ્યુઝિયમ જોવું હતું. મ્યુઝિયમમાં આટલી બધી (રૂ.100) ટિકિટ વધારે છે. તેથી મ્યુઝિયમ જોયા વિના પરત જઇશ. > નેહલ બા રાઠવા, સુરેન્દ્રનગર

અન્ય સમાચારો પણ છે...