તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ બ્રાન્ચની તપાસ:બેંક મેનેજરનો લૂલો બચાવ, નામીચા બોડિયાનું બેક ગ્રાઉન્ડ ખબર નહતું

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોમ્બે મર્કન્ટાઇલ બેંકના મેનેજરની પૂછપરછ કરાઈ
 • બિચ્છુ ગેંગના નામચીન અસલમે બેંકમાંથી 20 લાખની લોન લઈને માત્ર 40 હજારના જ હપતા ભર્યા હતા

ગુજસીટોકના ગુનામાં પકડાયેલા નામચીન અસલમ બોડિયાએ મકાનના રિનોવેશન માટે લીધેલી 20 લાખ રૂપિયાની લોનના મુદ્દે ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે અસલમ બોડિયાને લોન આપનારા બોમ્બે મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કના મેનેજરને શનિવારના રોજ ક્રાઈમ બ્રાંચમાં બોલાવ્યો હતો અને તેનું નિવેદન લીધું હતું. જોકે બેંક મેનેજર દ્વારા પોતે અસલમ બોડિયાના બેક ગ્રાઉન્ડ વિશે અજાણ હોવાનો પોલીસ સમક્ષ બચાવ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકના કાયદા હેઠળ શહેરના કુખ્યાત ખંડણીખોર અસલમ બોડિયાની ધરપકડ કર્યા બાદ 15 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરુ કરી છે. અસલમની મિલકત અને તેની બેનામી સંપત્તિ અંગેની ચાલી રહેલી તપાસમાં અસલમે નવાપુરામાં તેના મકાનના રિનોવેશન માટે બોમ્બે મર્કન્ટાઇલ કો.ઓ. બેન્કમાંથી 3 વર્ષ પહેલાં રૂ. 20 લાખની લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું. જોકે ત્યારબાદ તેણે આ લોનના હપ્તાના માત્ર રૂ. 40 હજાર જ ભર્યા હતા પણ બાકીના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. પોલીસની તપાસમાં આ બાબત સામે આવતાં જ ક્રાઇમ બ્રાન્ચે બેંકના મેનેજર મોહમદ નાસીર મોહમદ હુસેન શેખ (રહે. નાગરવાડા)ને લોનના દસ્તાવેજ સાથે બોલાવ્યા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નાસીર શેખ શનિવારે ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા બાદ તેમનું નિવેદન લઇને ઊંડી પૂછપરછ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં નાસીર શેખે જ અસલમ બોડિયાની ફાઇલને એપ્રૂવલ આપ્યું હતું અને 20 લાખની લોન મંજૂર કરી હોવાનું જણાયું હતું. જોકે તેણે પોલીસ સમક્ષ બચાવ કર્યો હતો કે, તે અસલમ બોડિયાના બેક ગ્રાઉન્ડ વિશે અજાણ હતો. પોલીસ તેના આ જવાબથી ચોંકી ઊઠી હતી. કારણ કે સમગ્ર શહેર અસલમ બોડિયાના કૃત્યોથી વાકેફ છે. બેંકની લોનમાં અસલમ બોડિયાના સગાઓ જ ગેરન્ટર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો