તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Bandra Village Of Narmada, Adopted By Ahmed Patel, Became Notable, Dreaming To Develop As A Sister Village Of Mawlynnong Of Meghalaya

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એશિયાનું સૌથી સ્વચ્છ ગામનું સપનુ અધુરૂ:અહેમદ પટેલે દત્તક લીધેલુ નર્મદાનું વાંદરી ગામ નોંધારૂ બન્યું, મેઘાલયના માવલીનનોંગના સિસ્ટર વિલેજ તરીકે વિકસાવવાનું સપનુ હતું

રાજપીપળા2 મહિનો પહેલા
અહેમદ પટેલ ગુજરાતમાં આવે, તે વખતે અચૂક વાંદરી ગામની મુલાકાત લેતા હતા - Divya Bhaskar
અહેમદ પટેલ ગુજરાતમાં આવે, તે વખતે અચૂક વાંદરી ગામની મુલાકાત લેતા હતા
  • અહેમદ પટેલે વાંદરી ગામને દત્તક લીધા બાદ ગામમાં નાળા, રસ્તા, સોલર લાઇટ સહિતના કામો કર્યાં
  • અહેમદ પટેલના નિધનના સમાચારને પગલે વાંદરી ગામના લોકો ઘેરા શોકમાં ગરકાવ
  • મેઘાયલના માવલીનનોંગને એશિયાના સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ મળ્યો હતો, વાંદરીને સિસ્ટર વિલેજ બનાવવાનું સપનુ હતું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધનને પગલે નર્મદા જિલ્લાના વાંદરી ગામમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. વર્ષ 2015માં અહેમદ પટેલે જંગલ વિસ્તારમાં આવેલા નર્મદા જિલ્લાના વાંદરી ગામને દત્તક લીધું હતું અને મેઘાલયના માવલીનનોંગના સિસ્ટર વિલેજ તરીકે વાંદરી ગામને વિકસાવવાનું અહેમદ પટેલનું સપનુ હતું. માવલીનનોંગ ગામને ડિસ્કવરી ઓફ ઇન્ડિયન દ્વારા વર્ષ 2003-2005માં એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકેનો એવોર્ડ મળ્યો હતો અને તેનું સિસ્ટર વિલેજ બનાવીને વાંદરી ગામને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ અહેમદ પટેલનું સ્વપ્ન હતું.

અહેમદ પટેલ ગુજરાતમાં આવતા, ત્યારે તેઓ અચૂક વાંદરી ગામની મુલાકાત લેતા હતા
અહેમદ પટેલ જ્યારે ગુજરાતમાં આવતા, ત્યારે તેઓ અચૂક વાંદરી તેમજ ડેડિયાપાડાની મુલાકાત લેતા હતા. આદિવાસીઓને આરોગ્ય સેવા મળે એ માટે ડેડિયાપાડામાં હોસ્પિટલ પણ શરૂ તેમણે કરી હતી.

અહેમદ પટેલ વાંદરી ગામમાં જતા ત્યારે દરેક લોકોના ખબરઅંતર પૂછતા હતા
અહેમદ પટેલ વાંદરી ગામમાં જતા ત્યારે દરેક લોકોના ખબરઅંતર પૂછતા હતા

અહેમદ પટેલે વાંદરી ગામમાં રસ્તા, સોલર લાઇટ અને સ્કૂલ સહિતના વિકાસ કામો કર્યાં
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ હંમેશા ગરીબ આદિવાસીઓની ચિંતા કરતા હતા. જેથી તેઓએ આદર્શ ગામના પ્રોજેક્ટમાં તેમણે અંતરિયાળ એવા વાંદરી ગામ દત્તક લીધું હતું. વર્ષ 2015માં તેઓએ વાંદરી ગામ દત્તક ગામ લીધુ, ત્યારે કોઇ વિકાસ નહોતો, પરંતુ, આજે આ ગામમાં જવા માટે નવા નાળા બનાવીને રોડ પણ બનાવ્યો છે અને સોલર લાઇટો, સ્કૂલ બનાવવા સહિતના વિકાસ કામો કર્યાં છે. આજે આ ગામમાં ખુબ વિકાસ થયો છે. આ ગામો સાથે કણજી અને ડુમખલ સહિતના 7 ગામોનો પણ તેઓએ વિકાસ કર્યો છે.

એશિયાના સૌથી સ્વચ્છ ગામ માવલીનનોંગ જેવુ ગામ બનાવવાનું સપનું હતું
નર્મદા ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ એવા વાંદરી ગામને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે દત્તક લીધા બાદ તેનો મેઘાલયના માવલીનનોંગ નામના ગામના સિસ્ટર વિલેજ તરીકે વિકસાવવાનું તેમનું સપનું હતું. માવલીનનોંગ ગામને ડિસ્કવરી ઓફ ઇન્ડિયન દ્વારા વર્ષ 2003-2005માં એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકેનો એવોર્ડ મળ્યો હતો. ગામ લોકો તથા સરકારના સહિયારા પ્રયાસોથી માવલીનનોંગ તેની આગવી છબી ઉભી કરવામાં સફળ રહ્યું છે. વાંદરી ગામનો પણ મેઘાલયના માવલીનનોંગની જેમ વિકાસ શકય હોવાથી અહમદ પટેલે વાંદરી ગામનો પણ માવલીનનોંગના સિસ્ટર વિલેજ તરીકે વિકાસ થાય તે માટે મેઘાલયના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. વાંદરી ગામની મુલાકાત દરમિયાન તેમણે ગામ લોકોને આ બાબતની ખાતરી પણ આપી હતી.

અહેમદ પટેલે વાંદરી ગામમાં રસ્તા, અને સ્કૂલ સહિતના વિકાસ કામો કર્યાં હતા
અહેમદ પટેલે વાંદરી ગામમાં રસ્તા, અને સ્કૂલ સહિતના વિકાસ કામો કર્યાં હતા

વાંદરી ગામને ઇકો ટુરીઝમ સ્થળ તરીકે વિકાસ કરવાનો નિર્ણય અહમદ પટેલે કર્યો હતો
સાતપુડાની ગિરીમાળામાં વસેલું વાંદરી ગામ કુદરતી સૌદર્યથી ભરપુર હોવાથી તેનો ઇકો ટુરીઝમ સ્થળ તરીકે વિકાસ કરવાનો નિર્ણય સાંસદ અહમદ પટેલે કર્યો હતો. વાંદરી ગામ પ્રવાસન સ્થળ તરીકે વિશ્વના નકશામાં સ્થાન પામે તે માટે ગામને મેઘાલયના માવલીલોંગ ગામના સિસ્ટર વિલેજ તરીકે વિકસાવવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા. મેઘાલયની રાજધાની શિલોંગથી 100 કીમીના અંતરે આવેલું માવલીનનોંગ ગામ ઇકો ટુરીઝમ માટે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે.

નર્મદા કોંગ્રેસમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ
નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા અહેમદ પટેલના અંગત માનવામાં આવે છે, તેમણે અહેમદ પટેલની તબિયત સુધરે તે માટે પૂજા પણ કરી હતી, પરંતુ, તેમના નિધનથી ધારાસભ્ય પી,ડી. વસાવા અને તેમનો પરિવાર અને નર્મદા કોંગ્રેસમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser