મકરસંક્રાતિના દિવસે ધાબા પર લાઉડ સ્પિકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેના વિરોધમાં શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણની સાંજે ધાબા પર હનુમાન ચાલીસા વગાડી કોરોના મહામારીમાં લોકોનું મનોબળ જળવાય તે માટે પ્રાર્થના કરશે. તેમજ લાઉડ સ્પિકર વગાડવાના નિયમનો વિરોધ કરશે.
વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં નાના બાળકોથી લઈ વડીલો ભેગા મળીને તહેવાર ઉજવે છે. ત્યારે વડોદરા શહેરમાં ઊંચા બહુમાળી ઈમારતો અને હાઉસિંગના મકાનોમાં સીંગલ ટેરેસ હોવાથી સમાન્ય ઘરના લોકો ત્યા ભેગા થવાના જ છે. ત્યારે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મુકવો તે અયોગ્ય છે.
એક તરફ સત્તાધારી પક્ષ તાયફાઓ અને મેળાઓ કરે છે.રાજકિય કાર્યક્રમો કરે છે.તો બીજી તરફ સામાન્ય જનતા પર નિયમોનું પાલન કરાવવામાં આવે છે. હિંદુ સમાજના યુવાનો કોરોના સામેની લડત માટે હનુમાન ચાલીસાનું આહ્વાન કરી રહયા છે. હનુમાન ચાલી દ્વારા કોરોનાકાળમાં લોકોનું મનોબળ ડગે નહી,.ત્યારે હિંદુ યુવાઓ દ્વારા ઉત્તરાયણની સાંજે હનુમાન ચાલીસા વગાડવાનું શહેરીજનોને આહ્વાન કરવામાં આવ્યું છે.તેવામાં મ્યુઝીક સીસ્ટમ પર પ્રતિબંધ લાદી તંત્રની હિંદુ વિરોધી માનસિકતા છતી થાય છે. યુવા કોંગ્રેસે મકરસંક્રાંતિના દિવસે સાંજે હનુમાન ચાલીસા વગાડશે.
આપ પાર્ટીના શહેરના પ્રમુખ વીરેન રામીએ જણાવ્યું હતું કે, કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે, જ્યારે તહેવાર આવે છે ત્યારે જે રીતે ડિજે- સાઉન્ડ સીસ્ટમ ધાબા પર વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. અને ધાબા પર મ્યુઝીક સીસ્ટમ વગાડનારા પર આઈપીસી વિવિધ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેનો આપ પાર્ટી સખત વિરોધ કરી રહી છે. કોરોનાની બીજી લહેરમાં પ્રધાનમંત્રીએ ધાબા પર ચઢી વેલણ વડે થાળી વગાડવાનું જણાવ્યું હતું,ત્યારે કોરોના વધતો ન હતો ? ઉચ્ચ અધિકારીઓના નિર્ણયથી પ્રજા અને પોલીસમાં ઘર્ષણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.