જાહેરનામુ:શહેરમાં 4થી વધુ વ્યક્તિ ભેગા થવા પરનો પ્રતિબંધ વધુ 15 દિવસ સુધી લંબાવાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કમિશનરનું કલમ 144નું જાહેરનામું 11 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા કલમ 144 હેઠળનું જાહેરનામું વધુ 15 દિવસ માટે અમલમાં મૂકાયું છે. કલમ 144 હેઠળ ચાર કરતા વધારે માણસો ભેગા થવા પર પ્રતિબંધ ઉપરાંત કોઈ સભા બોલાવવા, સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ મુકાય છે. જ્યારે કોઈ વ્યક્તિએ જાહેર સરઘસ કે સભા બોલાવવી હોય તો પોલીસ પરવાનગી લેવી પડતી હોય છે.

કલમ 144ના જાહેરનામાનો હુકમ 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. શહેરના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કલમ 144 હેઠળનું જાહેરનામું વડોદરા ઉપરાંત ગુજરાત રાજ્યમાં 365 દિવસ અમલી જ હોય છે. જ્યારે આ જાહેરનામાને દર 15 દિવસે રિન્યૂ કરવામાં આવે છે. કલમ 144 લાગેલી હોય છે એટલે જ તો દરેક નાગરિકે કોઈ વરઘોડો કે સરઘસ કાઢવું હોય અથવા સભા બોલાવવી હોય તો પોલીસ પરમિશન લેવી પડતી હોય છે. જો શહેર ઉપરાંત રાજ્યભરમાં 144ની કલમ લાગેલી ન હોય તો આ સરઘસ, વરઘોડો કે સભાની પરવાનગી લેવાની હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...