તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • "The Balance Between Family And Patients Has To Be Maintained," Said The Female Doctor Of The Team Handling Corona's First Case In Vadodara.

સહયોગ:વડોદરામાં કોરોનાનો પ્રથમ કેસ હેન્ડલ કરનાર ટીમના મહિલા ડોક્ટરે કહ્યું કે, પરિવાર અને દર્દીઓ વચ્ચે બેલેન્સ જાળવી રાખવું પડે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારમાં નાના બાળકો અને વડીલો હોવાથી મહિલાઓ તબીબોએ વધુ તકેદારી રાખવી પડે છે. - Divya Bhaskar
પરિવારમાં નાના બાળકો અને વડીલો હોવાથી મહિલાઓ તબીબોએ વધુ તકેદારી રાખવી પડે છે.
  • કુટુંબના સભ્યોને ચેપ ન લાગે માટે 21 દિવસ ડો. જ્યોતિ હોટલમાં રહેલા

કોરોનાની મહામારીમા મહિલાઓ ગૃહિણી તરીકે પોતાના ઘર અને પરિવાર સાથે ફરજ પણ પણ બેખૂબી નિભાવવી રહી છે. વડોદરા મહાનગર પાલિકાના નાગરવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ડો.જ્યોતિ ગડકરીની સાથે જાણે કે તેમના 63 વર્ષની ઉંમરના તેમના સાસુમા છાયા સુરેન્દ્ર ગડકરી પણ કોરોના લડવૈયાની ભૂમિકા અદા કરી રહ્યા છે.કોરોનાનો પ્રથમ કેસ તેમની ટીમે હેન્ડલ કર્યો ત્યારથી સતત કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

પ્રથમ કોરોના કેસ હેન્ડલ કર્યો હતો
ગયા વર્ષે જ્યારે નાગરવાડામાં કોરોના ફાટી નીકળ્યો ત્યારે તેનો પ્રથમ કેસ આ ડોકટર અને તેમની ટીમે જ હેન્ડલ કર્યો હતો.તે પછી તો સતત કેસો વધતા ગયા અને કુટુંબના સભ્યોને ચેપ સામે સુરક્ષિત રાખવા ડો.જ્યોતિ સહિત આખી ટીમને 21 દિવસ હોટલમાં રહેવું પડ્યું ત્યારે તેમના સાસુમાએ પોતાના તબીબ પુત્ર,બે પૌત્રો અને ઘરને સંભાળ્યું.તો તાજેતરમાં જ્યારે ડો.જ્યોતિના તબીબ પતિ ડો.નિખિલ સંક્રમિત થયાં ત્યારે તેમને એક સાથે જાણે કે ત્રણ મોરચા સંભાળ્યા. તેમના સાસુ મોટી ઉંમરના અને ડાયાબીટીક હોવાથી તેમને ચેપથી બચાવવા નણંદના ઘેર મોકલ્યા.બાળકો ને નાની ના ઘેર મોકલ્યા.અને ડો. જ્યોતિએ આરોગ્યની ફરજો સહિત હોમ કવોરન્ટીઈન પતિ ની કાળજી અને દેખભાળ સાથે ઘર સંભાળ્યું હતું.

અનેક મોરચે લડવું પડે છે
છેલ્લા લગભગ સવા વર્ષથી તેઓ આરોગ્યની કપરી ફરજો સાથે અનેક મોરચે લડી રહ્યાં છે. ગયા વર્ષે તો માત્ર કોરોના હતો જ્યારે હાલમાં કોરોના નું ટેસ્તિંગ,ઘર સારવાર હેઠળના દર્દીઓ સાથે સંપર્ક અને તેમની સાર સંભાળ,કોરોના રસીકરણ અને નિયમિત આરોગ્ય કાર્યક્રમો નો અમલ જેવા અનેકવિધ કામો તેઓ અને તેમની ટીમ કરી રહી છે.તેમાં તાજેતરમાં જન્મ મરણ ની નોંધણી નું કામ ઉમેરાયું છે.તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રમાં સહુ થી મોટી સયાજી સહિત અન્ય હોસ્પિટલો આવેલી છે એટલે નોંધણી નો ખૂબ લોડ રહે છે. ડો.જ્યોતિ કહે છે નિયમિત ઓફિસ અવર્સ માં કામ પૂરું થાય એવું જ નથી એટલે ઘર પણ જાણે ઓફિસ બની ગઈ છે અને ઘરમાં પણ ઓફિસ કામ માટે સમય ફાળવવો પડે છે.

ખૂબ તકેદારી રાખવી પડે છે
ડો.જ્યોતિ કહે છે કે હું પણ તબીબ અને મારા પતિ પણ તબીબ,અમારે સતત સંક્રમણ ના વાતાવરણમાં કામ કરવાનું એટલે ઘેર જઈએ ત્યારે સાસુમા,દીકરો અને દીકરી ને સલામત રાખવા વિવિધ કાળજી રાખવી પડે.જો કે અમારા બાળકો જાણે કે કોરોના ડીસિપ્લિંડ એટલે કે કોરોના તકેદારીના આદિ બની ગયાં છે.એટલે અમે ઘેર જઈએ અને ચોખ્ખા થવાની પ્રક્રિયા પૂરી કરી લઈએ ત્યાં સુધી અમારી પાસે આવતા જ નથી.

નાગરવાડાની કામગીરી એક યાદગાર અનુભવ
નાગરવાડા માં જ્યારે કોરોના વિસ્ફોટ થયો ત્યારે લગભગ પ્રત્યેક ઘરમાં કેસ હતો.રોગ નવો અને અજાણ્યો,લોકોમાં તેની સમજણ ઓછી અને ડર વધારે,અમારા માટે પણ આ કામગીરી સાવ નવી હતી.પરંતુ એ સમયે એ વિસ્તારના આગેવાનો એ લોકોને સમજાવવા સહિત ઘણી મદદ કરી એટલે કામ સરળ બન્યું.જ્યોતિબેન એ જણાવ્યું કે એ વિસ્તારના તે સમયના દર્દીઓ જેમની અમે સારસંભાળ લીધી હતી તેઓ આજે પણ જ્યારે યાદ કરે છે,અન્ય જરૂરિયાતવાળા લોકોને અમારી પાસે મોકલે છે ત્યારે કશુંક સારું,લોક ઉપયોગી કામ કર્યાનો આત્મ સંતોષ મળે છે.

ઘરની જવાબદારી અને દર્દીઓની સારવાર વચ્ચે મહિલાઓએ તાલમેલ સાધવો પડે છે.
ઘરની જવાબદારી અને દર્દીઓની સારવાર વચ્ચે મહિલાઓએ તાલમેલ સાધવો પડે છે.

મહિલાઓને ખૂબ સંઘર્ષ કરવો પડે છે
તેઓ કહે છે કે છેલ્લા સવા વર્ષ થી હું અને મારી ટીમ જાહેર રજાઓ અને તહેવારો ના દિવસે પણ કામ કરીએ છે.જાણે કે અમે રજા શબ્દનો અર્થ જ ભૂલી ગયા છે.એક મીડિયા ગ્રુપ,મહાનગર પાલિકા કર્મચારી મંડળ અને મહાનગર પાલિકા એ તેમના આ સંઘર્ષ ને એવોર્ડ થી નવાજ્યો છે.આમ, જ્યોતિબેન અને તેમના જેવી કામકાજી મહિલાઓ,તેમના સાસુમા જેવી ગૃહિણીઓ કોરોના સામે નવ હાથ વાળા માં નવદુર્ગાની જેમ થાક્યા વગર એક સાથે અનેક મોરચે લડી રહ્યાં છે. ખરેખર તો કોરોના હોય કે અન્ય કોઈ કટોકટી આ મહિલાઓ અવિરત પરિશ્રમ કરતી જ રહે છે.