તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:લગ્ન પ્રસંગ માટે 13-15 જુલાઈના 2 દિવસ જ શુભ મુહૂર્ત, પછી નવેમ્બર મહિના સુધી રાહ જોવી પડશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 જુલાઈથી દેવશયની એકાદશી સાથે ચાતુર્માસનો પ્રારંભ થતાં શુભકાર્યો બંધ

લગ્ન,જનોઈ,વાસ્તુ સહિતના શુભ કાર્યો માટે શુભ મુહૂર્ત નું ખુબ મહત્વ રહેલું છે. ત્યારે જુલાઈ મહિનામાં લગ્ન માટે હવે 13 અને 15 જુલાઈના જ મુહૂર્ત રહેલા છે. ત્યાર બાદ 20 જુલાઈથી ચાતુર્માસ આવતાં નવેમ્બર મહિનામાં જ લગ્નનું આયોજન થઈ શકશે. 20 જુલાઈના રોજ દેવશયની એકાદશી સાથે ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી 16 નવેમ્બર બાદ લગ્ન પ્રસંગના મુહૂર્ત આવશે.

નયનભાઈ જોષીના જણાવ્યા અનુસાર, 16 જુલાઈના રોજ બપોરે 4:55 થી કર્ક સંક્રાતિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યાર બાદ 20 જુલાઈ ના રોજ મંગળવાર થી 14 નવેમ્બર 2021 સુધી ચાતુર્માસ રહેશે. 15 જુલાઈ 2021 લગ્નનું અંતિમ લગ્નનું મુહૂર્ત મળી રહ્યું છે.ત્યાર બાદ 16 નવેમ્બર થી લગ્નના મુહૂર્ત પ્રાપ્ત થશે.

આ ઉપરાંત જુલાઈ મહિનામાં 10 મહત્વના વ્રત-પુજાના દિવસો પણ આવી રહ્યાં છે. જેમાં 5 જુલાઈના રોજ યોગીની એકાદશી,7 જુલાઈના રોજ પ્રદોષ,12 જુલાઈ અષાઢી બીજ,15 જુલાઈ કસુંબા છઠ્ઠ,16 જુલાઈ કર્ક સંક્રાતિનો પ્રારંભ,20 જુલાઈ દેવશયની એકાદશી,22 જુલાઈ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ,23 જુલાઈ ગુરૂપુર્ણિમા,26 જુલાઈ જયા પાર્વતી વ્રત સમાપ્ત અને 27 જુલાઈના રોજ અંગારકી ચોથ રહેશે. આ સાથે જુલાઇ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન પણ થશે. આ ચાર ગ્રહોના પ્રભાવથી આર્થિક અને સામાજિક જોવા મળી શકે છે.

11 જુલાઈથી ગુપ્ત નવરાત્રનો પ્રારંભ
નયનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, અષાઢ સુદ એકમને 11 જુલાઈથી ગુપ્ત નવરાત્રનો પ્રારંભ થશે. આ ગુપ્ત નવરાત્ર 19 જુલાઈના રોજ પુર્ણ થશે. સાધકો ગુપ્ત નોરતામાં દેવી ઉપાસના કરીને હવન-યજ્ઞ પણ કરશે. હવનમાં ઘી-છાણા સહિત બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ પણ થાય છે જેનાથી વાતાવરણ પણ સુધ્ધ થાય છે. સાધકો ચંડીપાઠ,સપ્તશતી પાઠ વિગેરે કરી દેવી ઉપાસના કરશે. ગુપ્ત નવરાત્રમાં અભિજિત મુહૂર્તમાં સવારે 11.59થી બપોરે 12.54 સુધી ઘટસ્થાપન કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...