તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસંત પંચમી:શહેરભરમાં વસંતપંચમીના દિવસે લગ્નોનો માહોલ જામ્યો

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે સ્કૂલોમાં સરસ્વતી પૂજન કરાયું

16 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે શહેરમાં 250 જેટલાં લગ્નો ઉપરાંત સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંત પંચમીના દિવસે લગ્નનું છેલ્લું અને વણજોયેલું મુહૂર્ત હતું. જેથી શહેરભરમાં ઠેર-ઠેર લગ્નોનાં આયોજનો જોવા મળ્યાં હતાં. મંગળવારે સવારથી જ સમાજની વાડીઓ અને નાના-મોટા હોલ અને પાર્ટીપ્લોટમાં લગ્નોનો માહોલ જામ્યો હતો, જેમાં ઢોલ-ત્રાસાના તાલે જાનૈયાઓ નાચતા જોવા મળ્યાં હતાં. કોરોના મહામારીના પગલે સરકારી ગાઈડ લાઈન મુજબ વરઘોડામાં ડીજે તેમજ બેન્ડ વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે.

જેનું સ્થાન ઢોલી તેમજ ત્રાસા વગાડનારે લીધું છે. બીજી તરફ 200 મહેમાનોની હાજરીમાં જ લગ્નો પૂરા કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત વડોદરા જિલ્લાના રિસોર્ટમાં મોડી રાત સુધી લગ્નોનું આયોજન થયું હતું. જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ ન હોવાથી 25 જેટલાં લગ્નો જિલ્લા રિસોર્ટમાં યોજાયાં હતાં. બીજી તરફ સ્કૂલોમાં મા સરસ્વતી દેવીનું પૂજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો