નિર્ણય:MSUની પોલીટેક્નિક કોલેજમાં ચૂંટણી પહેલાં ATKTની પરીક્ષાઓ પૂર્ણ કરાશે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 28 નવેમ્બરે ચૂંટણી પંચ પોલીટેક્નિક કોલેજ પોતાના હસ્તક લઇ લેશે

એમ.એસ.યુનિવર્સિટી પોલીટેકનીક કોલેજમાં ચૂંટણી પહેલા એટીકેટીની પરીક્ષા લેવામાં આવશે. 28 નવેમ્બરે ચૂંટણી પંચ દ્વારા પોલીટેકનીક કોલેજ પોતાના હસ્તક લઇ લેવામાં આવે તે પહેલા પરીક્ષા લઇ લેવામાં આવશે. 13 કલાસરૂમને સ્ટ્રોગ રૂમ બનાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીની પોલીટેકનીક કોલેજ દરેક ચૂંટણીઓમાં મતગણતરી કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે.

ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વ પોલીટેકનીક કોલેજમાં 19 થી 26 નવેમ્બર સુધી એટીકેટીની પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 28 નવેમ્બરે ચૂંટણી પંચ દ્વારા પોલીટેકનીક કોલેજ પોતાના હસ્તક લઇ લેવામાં આવશે. તે પહેલા જ એટીકેટીના વિદ્યાર્થીઓની પરીક્ષા લઇ લેવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના પગલે વિદ્યાર્થીઓને વિધાનસભાની ચૂંટણી સુધી રોકાવવું ના પડે. ચૂંટણી વિભાગ દ્વારા 28 નવેમ્બરે પોલીટેકનીક કોલેજ પોતાના હસ્તક લઇ લેવામાં આવશે ત્યાર બાદ 8 મી તારીખે મતગણતરી પૂરી થયાના 3-4 દિવસ બાદ પોલીટેકનીક કોલેજનો કબ્જો પરત યુનિવર્સિટીને સોંપવામાં આવશે.

પોલીટેકનીક કોલેજમાં 13 કલાસરૂમને સ્ટ્રોગ રૂમ બનાવાની કામગીરી ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. કોઇ પણ ચૂંટણીઓ સમયે સ્ટ્રોંગ રૂમ માટે ફીકસ કરેલા રૂમો જ લેવામાં આવે છે. રૂમોની બારીઓને ઇંટોના ચણતરથી પૂરવાની કામગીરી પણ સરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...