તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધા:શહેરના કલાકારને રવિન્દ્રનાથ ટાગોર સ્વદેશ રત્ન એવોર્ડ મળ્યો

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અયોધ્યા દ્વારા રામાયણ વિષય પર રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન

અયોધ્યાના ફૈઝાબાદની સ્વદેશ સંસ્થાન, ભારત દ્વારા રાષ્ટ્રિય સ્તરે કલા પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રામાયણ વિષય પર પેઇન્ટિંગ બનાવવાનું હતું. આ સ્પર્ધામાં શહેરના કલાકાર રાજેન્દ્ર પી. દિંડોરકરને અયોધ્યા, યુપી તરફથી રવિન્દ્રનાથ ટાગોર સ્વદેશ રત્ન એવોર્ડ અને બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા હતા.

કલાકાર રાજેન્દ્ર દિંડોરકરે જણાવ્યું હતું કે, આ સ્પર્ધાના સી વિભાગમાં રામાયણ વિષય પર પેઇન્ટિંગ બનાવવાનું હતું. જેમા વિવિધ રાજ્યોના 228 કલાકારોએ ભાગ લીધો હતો. જે પૈકી મે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ‘આજ્ઞાકારી સેવક’ના શિર્ષક હેઠળ હનુમાનજી અયોધ્યાના અશોક વાટીકામાં સીતાજીને રામજીએ આપેલી અંગુઠી આપે છે તે દૃષ્ય કંડાર્યું હતું. આ પેઇન્ટિંગ મે કેનવાસ પર એક્રેલિક રંગો 36x24ની સાઇઝમાં બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...