નિયંત્રણ:150 વ્યક્તિની મંજૂરીથી શહેરનાં 500 લગ્ન સમારંભ પ્રભાવિત થશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્ન માટે 400 લોકોને આમંત્રણ આપનારા આયોજકો સલવાયા
  • ફરાસખાના, કેટરિંગ સહિતના ધંધાર્થીઓ ફરી વખત મુશ્કેલીમાં મુકાશે

કોરોનાના કેસોને પગલે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો માં વધુમાં વધુ 150 વ્યક્તિની મર્યાદા રહેશે, જેના પગલે શહેરમાં 500 લગ્ન પ્રભાવિત થશે.ફરાસખાના એસો.ના પ્રમુખ અનીલ પટેલે જણાવ્યું કે, નવી ગાઇડ લાઇનથી શહેરમાં 500 જેટલાં લગ્નોને અસર થશે.

લોકોએ ફરાસખાના સહિત કેટરિંગનું બુકિંગ કરી દીધું છે, ત્યારે મર્યાદા 150 કરાતાં સમારંભ યોજનાર અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે. કેટરિંગ અને ફરાસખાનાનો ધંધો માંડ થાળે પડ્યો હતો ત્યારે હવે ફરી એકવાર ધંધામાં મંદી જોવા મળશે.સમારંભ યોજનારને માત્ર પરિવાર અને નિકટના મિત્રોને જ આમંત્રણ આપવાનો વારો આવશે. 16મીથી લગ્નગાળો શરૂ થવાનો છે ત્યારે 400ને આમંત્રણ આપી ચૂકેલા લગ્ન આયોજકો માટે ફોન કરી ના પાડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...