તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસોધન:નદીમાં પ્રદૂષણની માત્રા રીમોટ કંટ્રોલ સંચાલિત શિપની મદદથી જાણી શકાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકોના છાત્રોએ પંરપરાગત પદ્ધતિથી અલગ સિસ્ટમ વિકસાવી

નદીમાં પ્રદૂષણની માત્રા રીમોટ કંટ્રોલથી સંચાલિત શીપની મદદથી જાણી શકાશે. એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પંરપરાગત પધ્ધતિથી વિપરીત ટેકનોલોજી વિકસાવી છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણના કારણે નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી જવા પામ્યું છે. વહેતી નદીમાં જયારે ગટરના પ્રદૂષકોનો નિકાલ કરવામાં આવે છે ત્યારે નદી તેની સ્વશુધ્ધીકરણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. જેમાં ચાર ઝોનનો સામવેશ થાય છે. ઝોન ઓફ કીલન વોટર શોધવું એ ખૂબ જરૂરી છે. કારણ કે કોલકેટર વેલનું શુધ્ધ પાણી રોજીદા માનવ વપરાશ,કૃષિક્ષેત્ર,ઐધોગિક ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે ઉપયોગી થાય છે.

પાણીની સારવાર અને કલેકટર વેલનું સ્થળ સારી રીતે જાણવા માટે ટીડીએસ, તાપમાન, પીએચ અને ડીસ્લોડ ઓરસિજનનું સર્વેક્ષણ જરૂરી છે. અત્યારે આ માટે નદીઓના જુદા-જુદા ક્રોસ સેકશન પર માણસો દ્વારા બોટના માધ્યમથી પરંપરાગત રીતે પ્રાથમિક સર્વે કરે છે. જે કંટાળાજનક, અઘરૂ અને સમય માંગી લે તેવું કામ છે. આ સમસ્યાના નિવારણ લાવવા માટે યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મેકનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એ.એસ.મોહિતે,એ.બી.પાંડે અને જી.ડી.ખરાડકરના માર્ગદર્શન હેઠળ મેકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓ જુઝર વ્હોરા, વિષ્વમ કપ્તાન, હર્ષદ મોરે અને દીપ પરીખએ રીમોટ કંટ્રોલ પેટ્રોલ શીપ તૈયાર કરી છે.

આ રીમોટ કંટ્રોલ પેટ્રોલ શીપ પાણીમાં પરિવહન કરશે અને જુદા જુદા સ્થાન પર પાણીની ગુણવત્તાના પરિણામો મેળવશે. આ શીપ ગ્લાસ ફાઇબર રીયન ફોર્સડ પોલીમરમાંથી બનાવવામાં આવી છે. જેનાથી શીપની ક્ષમતા, ઓછું વજન સહિતના ગુણધર્મો ધરાવે છે. ઇલેક્ટ્રીક મોટરથી સંચાલિત શીપ બેટરી, વાઇ ફાઇનો પણ સમાવેશ થાય છે. આ શીપને પાવર બેટરીથી મળે છે.

સીંગલ ચાર્જ પર દોઢ કલાસ સુધી શીપ કામ કરી શકે છે. પાણીમાં રીડીંગ લેવા માટે સેન્સરને 40 સીએમ ડુબાડવું પડે છે. સેન્સરથી રીડીંગ લીધા પછી વાઇ ફાઇના માધ્યમથી મોબાઇલ પર ઓન સ્ક્રીન ડેટા મળી જાય છે. આ શીપની ઇલેકટ્રોનીક સર્કિટને વોટર પ્રુફ આઇસોલેશન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...