તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:વડોદરા લવાતો ઓક્સિજનનો જથ્થો સુરત-પંચમહાલમાં રોક્યો

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સુરત કલેક્ટર કચેરી દ્વારા 2 ટેન્કરોને અટકાવાયાં હતાં
 • હાલોલની કંપનીમાં જઇ સંચાલક પર પંચમહાલ પોલીસે દબાણ કર્યું હતું આખરે મામલો સરકાર સુધી પહોંચતાં ઓક્સિજન વડોદરા આવી શક્યો

શહેરમાં કોરોના મહામારીના વધતા જતા કેસોને લીધે તંત્ર ઓક્સિજનની સુવિધા સાથેના બેડમાં વધારો કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ ઓક્સિજન અંગે પણ અન્યાય થઇ રહ્યો છે. વડોદરાને મળવાને પાત્ર ઓક્સિજનનો જથ્થો સુરત- પંચમહાલમાં રોકતાં મામલો ગુજરાત સરકાર સુધી પહોંચતાં આખરે પુરવઠો વડોદરા સુધી આવ્યો હતો.

જિલ્લાના કરજણ ખાતે આવેલી એઇમ્સ ઓક્સિજન કંપની જે ઓક્સિજન ઉત્પાદન કરે છે તેમાંથી મોટા ભાગનો ઓક્સિજનનો જથ્થો વડોદરાને આપવામાં આવે છે. જેમાં 3 દિવસ અગાઉ એઈમ્સ ઓક્સિજનના કરજણ સ્થિત પ્લાન્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં રોજની જરૂરિયાત મુજબ ઓક્સિજન ઉત્પાદિત નહીં થતાં કંપની દ્વારા સુરત ખાતે આવેલા હજીરા સ્થિત પ્લાન્ટમાંથી 2 ટેન્કર ઓક્સિજન ભરીને વડોદરા તરફ લાવવામાં આવી રહ્યાં હતાં. જોકે આ 2 ટેન્કરને સુરત કલેક્ટર કચેરીના અધિકારીઓએ રોકી દઈ વડોદરા નહીં લઈ જવા ફરજ પડાઈ હતી.

આ અંગેની જાણ થતાં કંપનીના સંચાલકોએ વડોદરાના વહીવટીતંત્રને વાકેફ કરતાં સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ આ 2 ટેન્કરને વડોદરા તરફ આવવા દેવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ ખાતે આવેલી લાઇફ લાઇન ઓક્સિજન કંપની વડોદરાને વધુ ને વધુ જથ્થો આપી રહી છે. જેમાં શહેરના નવલખી મેદાન ખાતે પણ જે ફીલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેમાં પણ પૂરતો જથ્થો આ કંપની દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ ટાણે બે દિવસ અગાઉ પંચમહાલ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ કંપનીના માલિકને બોલાવીને વડોદરા તરફ જતો જથ્થો અટકાવી દેવા દબાણ કર્યું હતું અને વધુ ને વધુ જથ્થો પંચમહાલને આપવા સૂચના આપી હતી. જેથી આ મામલે પણ રાજ્ય સરકારમાં ફરિયાદ કરવામાં આવતાં તેમાં પણ વડોદરાને જે પુરવઠો અપાય છે તેમાં કોઈ કપાત ન કરવાની તાકીદ કરવામાં આવતાં વડોદરા વહીવટી તંત્રનો હાથ ઊંચો રહ્યો હતો. આમ વડોદરાને ઓક્સિજનનો પૂરતો જથ્થો ન મળે તે માટે હવે જિલ્લાઓ વચ્ચેનો ગજગ્રાહ ખુલ્લો પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો