કાર્યવાહી:કલાલી બ્રિજ પાસે ટ્રકમાં કોલસાની ગુણો વચ્ચેથી બિયરનો જથ્થો ઝબ્બે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલાલી બ્રિજ નીચે દારૂના કટિંગ સમયે પોલીસનો દરોડો : ટ્રક ડ્રાઈવર-બૂટલેગર ફરાર, 62 હજારના બિયરના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

કલાલી બ્રીજ નીચે દારૂના કટીંગ વખતે પોલીસે દરોડો પાડતા ટ્રકમાં કોલસાની ગુણો વચ્ચે સંતાડી રાખેલો બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા.62 હજારનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો.જ્યારે ટ્રક ડ્રાઈવર અને કલાલીનો બુટલેગર દારૂનો જથ્થો લઈ ભાગી ગયા હતાં. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂા. 7.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસને 14 નવેમ્બર રાતે 11:45 વાગે બાતમી મળી હતી કે, કલાલી બ્રીજ નીચે પેટ્રોલ પંપની સામે અંધારામાં ટ્રક ઉભી છે જેમાં તેમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું છે.પોલીસ બાતમીનાઆધારે સ્થળ પર પહોચતા બે વ્યક્તિઓ વિશાલસીંગ ચારણ (ઉ.વ.23,રહે0રાવપુુરા) અને રીયાઝ ચૌધરી (રહે0રાવપુરા) જણાવ્યું હતું. ટ્રકની ઉપર બાંધેલી તાડપત્રી ઉંચી કરી પોલીસે તપાસ કરતા અંદર કોલસાની ગુણો વચ્ચે દારૂના બોક્ષ મળી આવ્યાં હતાં. જેમાંથી કુલ 624 નંગ બિયર જેની કિંમત રૂા.62 હજાર થતી હતી તે કબજે કરી હતી.

પોલીસે આરોપી પાસેથી 7.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓની પૂછપરછમાં બીયરનો જથ્થો ટ્રકનો ડ્રાઈવર બાબુલાલ ઉર્ફે ઉસ્તાદ રાજસ્થાનથી ભરીને વડોદરા વેચવા લાવ્યો હતો. જ્યારે બીયરનો જથ્થો રાવજી રતનસિંહ રાજપુત પોતાની ટવેરા ગાડીમાં ભરીને ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસની રેડ પડતા ટ્રક ડ્રાઈવર ભાગી ગયો હતો. પોલીસે વિશાલસીંગ ચારણ તેમજ રીયાઝ ચૌધરીની ધરપકડ કરીને ટ્રક ડ્રાઈવર બાબુલાલ ઉર્ફે ઉસ્તાદ અને રાવજી રાજપુત (રહે-કલાલી)ની વિરૂધ્ધ ગુનો દાખલ કરી શોધખોળ કરવા તજવીજ હાથ ધરી છે.

લિસ્ટેડ બૂટલેગરને પકડવા તપાસ શરૂ
કલાલી ઊભેલી ટ્રકમાંથી બિયરનો જથ્થો ભરીને નીકળેલા કલાલીના લિસ્ટેડ બૂટલેગરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.બીજી તરફ ટ્રકના ડ્રાઈવર ની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ ઘટનાના બનાવ બાદ ધરપકડ કરાયેલા બંને આરોપીને બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવશે રીમાન્ડમાં આરોપીઓ કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતા હતા તે અંગે પણ વધુ પુછપરછ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...