તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:માફીનો સમય ગયો,આજથી પોલીસ માસ્ક આપશે સાથે દંડ પણ ફટકારશે

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહીની ડે. સીએમની સૂચના બાદ પોલીસનું હૃદય પરિવર્તન
 • અગાઉ પોલીસ માસ્ક આપીને નામ નોંધતી, બીજીવાર તે વ્યક્તિ પકડાય તો દંડ વસૂલતી હતીઅગાઉ પોલીસ માસ્ક આપીને નામ નોંધતી, બીજીવાર તે વ્યક્તિ પકડાય તો દંડ વસૂલતી હતી

શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણની ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થયા બાદ શનિવારના રોજ વડોદરા દોડી આવેલા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે માસ્ક નહીં પહેરાનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. શહેરમાં કોરોનાનું સંક્રમણ જેટ ઝડપે ફેલાઈ રહ્યું છે ત્યારે હજુ પણ અનેક લોકો માસ્ક વિના ફરતા જોવા મળી રહ્યા છે, જેને પગલે હવે રવિવારના રોજથી જાહેરમાં માસ્ક વગર ફરનારા લોકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાની ઝુંબેશ શરૂ કરાશે, તેમ કમિશનર ડો.શમશેરસિંગે જણાવ્યું હતું.

કોરોનાના સંક્રમણને જોતાં ગત સપ્તાહે પોલીસે જાહેરાત કરી હતી કે જાહેરમાં માસ્ક નહીં પહેરનારા લોકો સામેની ઝુંબેશમાં પહેલી વખત શહેર પોલીસ દ્વારા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવશે, જેના ભાગરૂપે પોલીસે એક લાખ કરતાં વધુ માસ્કનું વિવિધ વિસ્તારમાં વિતરણ કર્યું હતું.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, જાહેરમાં માસ્ક પહેર્યા વગર પહેલી વખત કોઈ વ્યક્તિ પકડાશે તો માસ્ક અાપી જે તે વ્યક્તિની નોંધણી કરાશે. પરંતુ જો બીજી વખત આ વ્યક્તિ માસ્ક વગરનો પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે એક સપ્તાહમાં શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કપરી બની છે. જેની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ શનિવારના રોજ વડોદરા દોડી આવ્યા હતા અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી કોરોના સંક્રમણ અંગે સમગ્ર માહિતી મેળવી હતી.

ત્યારબાદ તેમણે શહેરમાં માસ્ક નહીં પહેરાનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને પગલે પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિને જોતાં માસ્ક નહીં પહેરનારા લોકો સામે કડક હાથે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. અગાઉની જેમ પોલીસ માસ્કનું વિતરણ કરશે, પણ સાથે આવા લોકો સામે કડક ઝુંબેશ પણ શરૂ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં બેફામ રીતે વકરી રહેલા કોરોના સંક્રમણ સામેના જંગમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્ક પહેરવું જરૂરી છે ત્યારે હજુ પણ વિવિધ વિસ્તારોમાં અનેક લોકો જાહેરમાં માસ્ક વિના જ ફરતા જોવા મળે છે. આવા બેદરકાર લોકોને કારણે સંક્રમણ હજુ વકરી શકે છે ત્યારે નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ રવિવારથી પોલીસ દ્વારા જાહેરમાં માસ્ક વિના ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો