એક્શન:RTOમાંથી એજન્ટો છૂ,ગેટ પર કાગળ ચેક કરી નોંધણી બાદ પ્રવેશ શરૂ કરાયો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના અહેવાલ બાદ અધિકારીએ નવી વ્યવસ્થા ગોઠવી
  • નાગરિકોને કોઈ પણ તકલીફ હોય તો અમારો સીધો સંપર્ક કરે : ARTO

આરટીઓમાં એજન્ટોએ કચેરીમાં જ કામગીરી શરૂ કરી હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે દોડતા થયેલા આરટીઓ અધિકારીએ તાત્કાલિક નવી વ્યવસ્થા શરૂ કરાવી છે. સિક્યુરિટી ગાર્ડને લોકોના કાગળ ચેક કરી તેઓ કયા કામ અર્થે આવ્યા છે તેની નોંધ કરી રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના અપાઈ છે. ગાર્ડે આ કામગીરી શુક્રવારથી શરૂ કરી હતી.

એઆરટીઓ જે. કે. પટેલના જણાવ્યા મુજબ આરટીઓમાં પારદર્શક કામગીરી કરાશે. જે કોઈ ત્રૂટી ધ્યાને આવશે તેને સુધારાશે. તમામ સુવિધા ઓનલાઇન છે. જો કોઈ વ્યક્તિને તકલીફ પડે તો અમારો સંપર્ક કરી શકે છે. બીજી તરફ આરટીઓમાં કાર્યરત એજન્ટોમાં શુક્રવારે સવારથી સોપો પડ્યો હતો. એન્ટ્રી કરીને અંદર જવાતું હોવાથી એજન્ટો ઉમેદવારને જ અંદર મોકલતા હતા.