ફરીએક વાર સિન્ડિકેટનો એજન્ડા મોડી રાત્રે મોકલવામાં આવતા વિવાદ થયો છે.9મી તારીખની સિન્ડિકેટનો એજન્ડા 7 માર્ચના રોજ મોકલવામાં આવતા સિન્ડિકેટ સભ્યોએ સ્વીકાર કર્યો ના હતો. ગત સિન્ડિકેટમાં જ એજન્ડા મોડા મોકલવાના મુદે હોબાળો થયો હતો અને સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.એમ.એસ.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોને ફરી એકવાર સમયસર એજન્ડા મોકલવામાં ના આવતા વિવાદ થયો છે. ગત સિન્ડિકેટની બેઠકમાં સભ્યો દ્વારા એજન્ડા મોડી રાત્રે એક દિવસ પહેલા મોકલવામાં આવતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો જેના કારણે સભ્યોને વાંચવાનો સમય મળતો નથી.
સિન્ડિકેટની બેઠકમાં સભ્યો દ્વારા વોકઆઉટ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ 9 મી તારીખની સિન્ડિકેટનો એજન્ડા 7 તારીખે મોકલવામાં આવ્યો હતો. મોડી રાત્રે સિન્ડિકેટ સભ્યોના ઘરે એજન્ડા મોકલવામાં આવતા વિવાદ થયો હતો અને સભ્યો દ્વારા એજન્ડા સ્વીકરવાનો ઇન્કર કરી દેવામાં આવ્યો હતો. 8 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર છે જેથી રજાના દિવસે એજન્ડા કેવી રીતે વાંચવો તેવો પ્રશ્ન પણ ઉભો કરવામાં આવ્યો હતો.
હવે 9 મી તારીખે મળનારી સિન્ડિકેટની બેઠકમાં ફરીએકવાર વિવાદ થાય તેવી સંભવનાઓ છે.વાઇસ ચાન્સેલર દ્વારા સરકારી ગ્રાન્ટ પર ચાલતી યુનિવર્સિટીમાં ખાનગી યુનિવર્સિટી જેવો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. વીસી દ્વારા મિડિયાને પણ એજન્ડા નહિ મોકલા માટેની સૂચનાઓ રજીસ્ટ્રાર,પીઆરઓ અને પીએને આપી હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.