તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કુંજ સોસાયટીમાં વહીવટદાર દોઢ કલાક બેસી રહ્યાં,કોઇ ઓફિસ ખોલવા ન આવ્યું

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલકાપુરીની સોસાયટીમાં નિમણૂંક બાદ વહીવટદાર ચાર્જ ન લઇ શક્યા
  • સોસાયટીના હોદ્દેદારોને ફોન અને મેસેજ કરાયા પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળ્યો

કુંજ કો.ઓ.હા. સોસાયટીના વહીવટમાં ગેરરિતીઓ આચરવામાં આવી હોવાની રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવામાં આવ્યાં બાદ રજીસ્ટ્રારે વહીવટદારની નિમણૂંકનો આદેશ કર્યો હતો. આ આદેશ બાદ સોમવારે વહીવટદાર ચાર્જ લેવા માટે કુંજ કો.ઓ.હા. સોસાયટીની ઓફિસ પર ગયા હતા પરંતુ ઓફિસને તાળુ મારેલું હોવાના કારણે ચાર્જ લઇ શક્યા ન હતા. વહીવટદારે પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને ઓફિસ ખોલવા માટે તેમજ ચાર્જ સોંપવા માટે મેસેજ કર્યા હતા તેમજ ફોન પણ કર્યા હતા, જો કે, તેમ છતાં કોઇ પ્રત્યુત્તર ન મળતાં આખરે દોઢ કલાક સુધી ઓફિસ બહાર બેસી રહ્યાં બાદ વહીવટદાર પરત જતાં રહ્યાં હતા.

ડો.વિરેન શાહે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં અરજી કરી હતી કે, કુંજ સોસાયટીના વહીવટમાં અનેક ગેરરિતિઓ આચરાઇ છે. કેટલાક સભાસદ પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ કરે છે. પક્ષપાત ભર્યું વલણ અપનાવી રહ્યાં છે. કોમન પ્લોટ ભાડે આપવા માટે રૂા.1.70 કરોડનો ખર્ચો પરવાનગી વગર જ કર્યો હતો અને રૂા.2 કરોડનું નૂકશાન કરેલ છે. મોબાઇલ ટાવર હટાવવા બાબતે રજૂઆત કરાઈ છે પરંતુ કોઇ કાર્યવાહી કરાતી નથી.

આ અરજીની સુનાવણીમાં કુંજ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ પ્રમુખ વિજય પટેલ અને અને મંત્રી ત્રિભોવન પટેલ કે, પછી અન્ય કોઇ હોદ્દેદારો હાજર ન રહેતા આખરે વહીવટદાર તરીકે કે.વી.શાહની નિમણૂંક કરવામાં આવતાં ગઇકાલે કે.વી. શાહ ચાર્જ લેવા માટે કુંજ કો.ઓ.હા.સોસાયટીની અફિસમાં ગયા હતા. તેમણે અગાઉથી જ હોદ્દેદારોને આ અંગેની જાણ કરી હતી તેમ છતાં ગઇકાલે ઓફિસ બંધ હોવાના કારણે તેઓ ચાર્જ લઇ શક્યા ન હતા. વહીવટદાર સતત દોઢ કલાક સુધી ઓફિસની બહાર બેસી રહ્યાં હતા અને તેમણે હોદ્દેદારોને મેસેજ કરી ચાર્જ સોંપવા જણાવ્યું હતું પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતાં આખરે તેઓ ચાર્જ લીધા વગર જ પરત જતાં રહ્યાં હતા. વહીવટદારે જિલ્લા રજીસ્ટ્રારને આ અંગેની જાણ કરી હતી.

ડો.વિરેન શાહે રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી
કુંજ સોસાયટીમાં વહીવટદારની નિમણૂંક થતાં ગઇકાલે ડો.વિરેન શાહ પણ વહીવટદાર સાથે કુંજ કો.ઓ.હા. સોસાયટીની ઓફિસમાં હાજર રહ્યાં હતા, પરંતુ સોસાયટીના હોદ્દેદારોએ ઓફિસનું તાળુ ખોલ્યું ન હતું. આખરે ડો.શાહ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે ગયા હતા અને તેમણે રજીસ્ટ્રારને રજૂઆત કરી હતી કે, હોદ્દેદારોએ ચાર્જ સોંપ્યો ન હોય કાયદેસરની કાર્યવાહી કરો. રજીસ્ટ્રારે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...