હિસ્ટ્રીશીટર:ચોરીના 11 કેસમાં સંડોવાયેલા આરોપીએ ફરી ચોરી કરી, પોલીસે ચોરીના દાગીના સાથે ઝડપી લીધો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ગોવિંદ ચૌહાણ - Divya Bhaskar
આરોપી ગોવિંદ ચૌહાણ

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં એક ઘરમાંથી દાગીના ચોરી ફરાર થયેલ આરોપી ગોવિંદ ચૌહાણને પોલીસે ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદ અગાઉ ચોરીના 11 કેસમાં સંડોવાયેલ છે અને પાસા પણ થયેલ છે.

વડોદરાના વારસિયા વિસ્તારમાં સંત કંવર કોલોનીમાં બે દિવસ પહેલા સુમિતભાઇ ધર્યાણીના ઘરમાંથી સોના-ચાંદી દાગીના અને રોકડ સહિત 76 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ મામલે વારસિયા પોલીસ તપાસ શરૂ કરી હતી. જેમાં આજે બાતમીના આધારે પોલીસે આરોપી ગોવિંદભાઇ મનોજભાઇ ચૌહાણ (રહે. વારસિયા, પોપ્યુલર બેકરી પાસે, વડોદરા) ચોરીના દાગીના સાથે ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી ગોવિંદ અગાઉ પણ પાણીગેટ, હરણી, કારેલીબાગ, સમા અને ફતેગંજમાં ચોરીના ગુનો આચરી ચુક્યો છે. તેમજ પાસા હેઠળ સજા પણ કાપી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...